________________
પાછળથી પગ અટક્યા એટલે જવા-આવવાનું બંધ થયું હતું. ત્યાં તો તેમને એક દિવસ બીમારી આવી. બેભાન થઈ ગયાં. કંઈ સુધારો થાય તેવો ન હતો. બે દિવસ સુધી મને ખબર મળ્યાં ન હતાં.
રમાબહેન અપંગ માનવ મંડળમાં મારી સાથે કામ કરતાં હતાં. બે દિવસથી જોયાં નહિ એટલે પૂછતાં ખબર મળ્યાં કે તેમનાં દાદી-સાસુ બીમાર છે. મને એમ કે બે દિવસ પછી જઈશ.
સંસ્થામાંથી ઘરે આવવા નીકળી. ત્યાં વળી વિચાર આવ્યો કે ગંગાબાની ખબર લેવા આજે જ જવા દે. અને ગાડી તેમના દીકરાના ઘરે લેવરાવી. જોકે ગંગાબા તો બેભાન હતાં. પણ મને પેલું તેમનું વચન યાદ આવ્યું કે નવકાર સંભળાવવા આવીશને ?
મને થયું કે તેમને ભલે ભાન નથી પણ હજી શરીરમાં ચેતના છે. એટલે તેમની પાસે બેસી મેં નવકારમંત્ર શરૂ કર્યા. બરાબર ત્રણ નવકાર પૂરા થયા, ત્યાં તો નર્સે હાથ કર્યો, હું સમજી ગઈ કે તેમનો આત્મા આ પાર્થિવ દેહ ત્યજી પ્રયાણ કરી ગયો છે.
મને એટલો સંતોષ થયો કે તેમની ભાવના અને મારું વચન બંને પૂર્ણ થયાં. સંતોના સમાગમમાં કરેલી ભાવનાઓ આ જન્મે આ રીતે સાકાર થાય છે, તે ઉપરાંત તેનો સંસ્કાર સાથે આવી અન્ય જન્મમાં પણ સહાયક નીવડે છે. માટે જેને સુખી થવું હોય તેણે સંત-સમાગમ સેવવો. પૂ. દીદી સાથે બનારસની યાત્રામાં પૂ. આનંદમયી માનો સંપર્કઃ
પૂ. દીદી સાથે એક બે વાર બનારસ જવાનું થયું હતું. ત્યાં તેમના પ્રવચનો હતા. તેઓને આરામ પણ કરવો હતો ત્યારે શ્રી કિશનસિંહ ચાવડા સાથે હતા. જો કે મારો નિવાસ તેમનાથી થોડે દૂર એક ઓરડામાં જુદો હતો. પરંતુ દિવસે તેમના સાન્નિધ્યમાં રહેવા જમવાનું ગોઠવાતું.
તે સમયે પૂ. આનંદમયી મા ને મળવાનું થયું હતું. સંસારથી અલિપ્તભાવે રહેનાર વ્યક્તિઓમાં પવિત્રતા પમરે છે તેવી અનુભૂતિ પૂ. મા ને મળીને થઈ. તેઓ ખાસ વાતચીત કરતા નહિ. અમે તેમની સામે મૌન બેઠા હતા. તે અમારી સાથે નજર મેળવી “કૃષ્પો' બોલી સસ્મિત વદને પાછા શાંત થતા. પરંતુ તેમની પ્રસન્નતા અને “કૃષ્ણો' શબ્દનો ગુંજારવ મારા પર અજબનો પ્રભાવ પાડતું. તે સમયે મને નીરવ શાંતિનો અનુભવ થયો. પાર્થિવ જગતના ભાવ શમી ગયા તેવું અંતરમાં અનુભવાયું. આમ જીવનમાં કેટલા મહામના આત્માઓનું પવિત્ર ઝરણું વહ્યું છે ! વિભાગ-૮
મારી મંગલયાત્રા
૨OO
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org