________________
વિરામસ્થાનોએ વિશ્રામ કરતાં. સત્સંગ કરતાં આનંદથી પ્રવાસમાં આગળ વધતાં હતાં. પહાડના પેટમાં ગાડી ચાલે. પૂરા રસ્તા એકમાર્ગી ટ્રાફિકવાળા હોય. સવારે બસો તથા બધાં જ વાહનો ઊપડે. બપોરે બધાં વાહનો પાછો ઊતરે એવી વ્યવસ્થા હતી. એટલે એકાંત છતાં વાહનોનો મોટો કાફલો સાથે જ હોય. એક જ વાહન જઈ શકે. વાહનનું ઉલ્લંઘન તો થાય જ નહિ. એક બાજુ ઊંચા પહાડ, તેની બીજી બાજુ મોટી ખીણ. જેમાં નદીનું જબરજસ્ત વહેણ વહેતું હોય. એકસરખું જોતાં ચક્કર જ આવે.
હરદ્વારથી બદ્રીનાથ અમે અમારી ગાડીમાં જવા નીકળ્યા. આમ તો સાંજે પહોંચી જવાનું હતું. પરંતુ માર્ગમાં કોઈ જગ્યાએ શીલા ધસી જવાથી માર્ગ બંધ થયો હતો. હિમાલય પ્રદેશમાં પાકિસ્તાનની સરહદ નજીકમાં એટલે મિલિટરી અને વાહનવ્યવહારની સુવિધાવાળા માર્ગો હતા. અને તેથી માર્ગમાં મિલિટરી દ્વારા તરત જ સુધારો થઈ જતો, છતાં એક રાત તો અમારે ક્યાંક ગાળવાની હતી.
માર્ગ બંધ થવાથી બધા જ સો જેવાં વાહનો. જે ગામમાં સો જેવાં માણસોને સૂવાની સગવડ મળે ત્યાં હજાર માણસ રોકાઈ ગયું. સાંજ પડી, ઠંડી વધી. લોકો જ્યાં જગા મળી ત્યાં ગોઠવાયા. ઠંડી ઘણી હતી. ગરીબ, શ્રીમંત ભેદ ટળી ગયા હોય તેવું લાગ્યું. અમને એક જગાએ એક ઓશરી મળી ગઈ. ત્યાં અમે અમારા બિસ્તરા પાથરીને રાત ગાળી. પૂ. દીદીમાં મુશ્કેલીમાં પણ હિંમત અને ધીરજથી જે મળે તે વ્યવસ્થા સ્વીકારવાનું સત્ત્વ હોવાથી અમને ખાસ તકલીફ જેવું લાગ્યું નહિ. સવારે ઊઠ્યાં, નજીકમાં કંઈ કુદરતી કાર્યની સગવડ મળી. તૈયાર થયાં. આમ તો એકાદ કલાકનો જ માર્ગ બાકી હતો. માર્ગનું સમારકામ થતાં અમે વળી ઊપડ્યાં. સાંજ પહેલાં બદ્રીનાથ પહોંચ્યાં.
અમારા ઉતારાની વ્યવસ્થા “હાશ' થાય તેવી હતી. એક મોટો ઓરડો, સૂવાના-ઓઢવાનાં સાધનો હતાં. જો કે ઠંડીનું પ્રમાણ ખરું છતાં અમને સગવડ સારી મળી હતી. સામાન્ય રીતે આ સ્થળે લોકો બે-ત્રણ દિવસ રહે. અમે નવ દિવસ રહેવાનાં હતાં. પવિત્ર સ્થળની સ્પર્શના લાંબો વખત રહેવાથી જ લાભદાયી થાય. સાધનસામગ્રી પ્રમાણે રસોઈ વિગેરે કરતાં. ગરમ પાણીના કુંડમાં સ્નાન કરી લેતાં. અમારો સમય જ્ઞાન-ધ્યાનની આરાધનામાં જતો. પૂ. દીદી હિમાલયમાં વધુ મૌન રાખતાં
મારી મંગલયાત્રા
૨૦૩
વિભાગ-૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org