________________
ત્રણ દિવસ પછી દીદી આવ્યાં. સાંજે મેં પેલો લાંબો કાગળ આપ્યો. તેમણે તેના પર નજર ફેરવી, કાગળ બાજુ પર મૂક્યો. હું તેમના સામું જોઈ રહી હતી.
કહે “બધું બહારનું છે; અંતરમાં શું શુદ્ધિ થઈ ! આત્માને જાણ્યો ! સમજાયો ? ત્રણ દિવસનું એકાંત અંતર્મુખ થવા માટે હતું. તમે ત્રણ દિવસ નિર્ભયપણે, પ્રસન્નતાથી ગાળ્યા તે તો લાભ છે. પરંતુ હજી અંતરના ઊંડાણમાં ઊતરવાની જરૂર છે. પ્રયાસ કરજો. તમે પંડિતજી પાસે શિક્ષણ પામેલા છો, એટલે કઠણ નહિ પડે. થોડા પ્રયાસની જરૂર છે. જે તમારે જોઈએ છે તે મળી રહેશે.' પૂ. દીદીનું સાન્નિધ્ય પણ છોડવાનું થયું ?
પૂ. દીદીની નિશ્રામાં સાધનાનો ક્રમ જળવાતો હતો. શ્રી કલ્યાણભાઈ વિગેરેનો સાથ મળતો હતો. પરંતુ લગભગ ૧૯૭૮/૭૯ સાલમાં કટોકટી જાહેર થતાં તેઓને ફુરણા થઈ કે શ્રીકૃષ્ણને સમયોચિત રણમેદાનમાં ઊતરવું પડ્યું હતું ને ! તો દેશની આવી અવદશામાં મારે કંઈ પ્રદાન કરવું જોઈએ.
યદ્યપિ તેઓ શ્રી વિનોબાજી તથા સર્વોદયના મુખ્ય કાર્યકરોના સંપર્કમાં હતા. એક આપદ્ધર્મ તરીકે તેમણે કટોકટીની પદ્ધતિ સામે દેશના હિતની કેટલીક પ્રવૃત્તિ હાથ ધરી. તેની સાથે તેમને અનુસરતા, સમર્પિત થયેલા ચાહકોએ તેમની સાથે રહેવાનું નક્કી કર્યું.
આથી આ પ્રશ્ન મારી સમક્ષ આવ્યો. મારામાં વીતરાગમાર્ગનો સંસ્કાર હતો, વળી હું સ્વયં સામાજિક કાર્યને સમેટી અધ્યાત્મજીવન ઈચ્છતી હતી. તેથી તેઓની દષ્ટિએ એ આપધર્મ હોય તો પણ મને તેમાં રાજકારણ જેવું લાગતું. ભૂગર્ભ પ્રવૃત્તિમાં ભાગ લેવો વિગેરે મને રુચ્યું નહિ. વળી મેં એવું સમર્પણ કર્યું ન હતું.
આથી થોડા દિવસ વિચાર કરી મેં પૂ. દીદીને એક પત્ર લખી, આ ક્ષેત્રે મારી નબળાઈ, અને અધ્યાત્મની રુચિ, જણાવી મુક્તિ માંગી.
આમ મેં તેઓ પ્રત્યે અંતરમાં આદર રાખી, ક્ષમા યાચી લગભગ ૧૯૭૯માં ક્ષેત્રીય નિવૃત્તિ લીધી. આંતરિક સભાવના સાથે હતી.
ત્યાર પછી ક્વચિત્ જો દર્શનનો લાભ મળે તો જતી. તે સિવાય તેમના પ્રત્યેથી મળેલા લાભ અને માર્ગદર્શન માટે આજે પણ અહોભાવ છે. તેમનું મારા પ્રત્યે વાત્સલ્ય વહેતું રહ્યું છે.
મારી મંગલયાત્રા
૨૦૭
વિભાગ-૮ *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org