________________
તેરે કાનો મેં યે રણકાર બજતા હૈ, શાંતિ સે શ્રવણ કરના !''
એક વાર હું તેમને પુસ્તક વાંચી સંભળાવતી હતી. મારી આંખો પુનઃ પુનઃ તેજથી ભરાઈ જાય. મેં તેઓને કહ્યું કે મારી આંખમાં કંઈ થયું છે. તેજ છૂટ્યા કરે છે.
“તમે આંખો બંધ કરી શાંતિથી જોયા કરો, તેનો કોઈ વિકલ્પ ના કરશો. ધ્યાનમાર્ગમાં આંતરિક શુદ્ધિ સાથે આવા અનુભવ થાય તે જોયા કરવા. તેને માહાભ્ય ન આપવું કે ઘટસ્ફોટ ન કરવો. તેમ કરવાથી શક્તિ વીખરાઈ જશે.” આજ સુધી આ વાતો અમારા મિત્રોમાં કોઈ જાણતું નથી. અહીં પ્રસંગોપાત્ત રજૂ કરી છે.
કોઈ વાર નિરામય અંતરના ભાવોનું તાદશ્ય ચિત્ર ઊપસતું. ત્યારે આનંદ આવતો, પ્રસન્નતા રહેતી. છતાં તેમનો બોધ હતો કે તે તો મનની સપાટી ઉપરનું છે. આગળ વધો... આત્મિકબળ વૃદ્ધિ પામશે.
વળી મનના તરંગોની ચઢ-ઉતર થતી. કોઈ વાર બળ મંદ પડતું ત્યારે કષાયભાવ, શારીરિક વિકારો ઊઠતા. પરંતુ પેલા સંસ્કારનું બળ પકડી લેતાં તે બધું શમી જતું.
પૂ. દીદીના સમાગમનો બારથી તેર જેટલાં વર્ષો લાભ મળ્યો. તેને માટે ઋણી છું. આજે પણ તેમના પ્રત્યે અહોભાવ છે.
વાસ્તવમાં જેનું સાન્નિધ્ય મળ્યું તે સમયે મારી ભૂમિકા પ્રમાણે ત્યારે જે પૂર્તિ થતી તેનો મને લાભ થયો છે. વળી કોઈ ગૂઢતા મને આગળ મોકલી દે છે.
એક વાર પૂ. દીદી ત્રણ દિવસ માટે બહારગામ જવાનાં હતાં. મને કહે તમે શિવકુટિમાં રહેજો, આરાધના કરજો. તેઓ વિદાય થયાં, મારે એકલાં રહેવાનું હતું. ક્યારેક ભૂતપ્રેતની વાતો થતી. છતાં તેમના આદેશમાં બળ હતું, પ્રારંભમાં થોડો ડર રહ્યો. પણ પછી નિશ્ચિત થઈને રહી. મારે કોઈ લોકસંપ્રર્ક કરવાનો ન હોતો.
મેં ત્રણ દિવસ મારો આરાધનાનો ક્રમ ગોઠવ્યો. સવારે ૫ વાગ્યાથી રાત્રે દસ સુધી શું શું કરવું. બે વાર ફરવા જવું. સાંજે કોઈ એકાંત સ્થળે બેસવું. ચિંતન કરવું,
ત્રીજે દિવસે મનમાં ભાવ આવ્યા, કંઈક લખીને દીદીને આપું. અને મેં મારો ત્રણ દિવસનો પૂરો ક્રમ અને અંતર ભાવ કાગળ પર ચીતર્યા. મેં પાંચ વાગ્યાથી રાત સુધી શું શું કર્યું ? બધું સારું જ લખ્યું હતું. વિભાગ-૮
૨૦૬
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org