________________
સાથે ભક્તિ-સત્સંગ કરવાથી તેમને આનંદ થતો.
એક વાર મને કહે : “તમે મારી કેવી સેવા કરે છો ? આવતા જન્મ તમે મારો દીકરો થજો.’
“બા, હવે આપણે વળી આવા જન્મ લેવાના ભાવ કરવાના ના હોય; જન્મ-મરણ ટાળવાના ભાવ કરવાના છે”
““તો એમ કરો મારા મરણ પછી મારી નનામી ઊંચકવા આવજો”
“બા, તમારે ચાર દીકરા (પૌત્રો) ચાર બાજુ ઊંચકે એવા છે પછી મારું શું કામ ?” (સાવકા પુત્રોનો પરિવાર હતો પણ ભેદ ન હતા.)
“તો દોણી લઈને પાછળ આવજો.” “એ પણ તમારા સ્વજન કરે ને ?” “સારું જા, તો પછી અંત સમયે નવકાર સંભળાવવા તો અવાયને?”
“બા, હા, એ તો આપણા બંને માટે સારું.” પછી મેં હસતાં રમૂજ કરી કે “બા. તમે દીકરો બનાવવાની વાત કરો છો પણ તમારા વીલમાં મારું નામ લખ્યું છે કે પછી દીકરો દીકરો બોલ્યા કરો છો?” બા કહે, “તમે બહુ જબરા નીકળ્યા.” આમ બા સાથે અમારો નિર્દોષ નાતો હતો.
એક વાર હું અપંગ માનવમંડળના કાર્યાલયમાં બેઠી હતી. બા લાકડી ઠકઠક કરતાં આવ્યાં. મેં તેમનો હાથ પકડી મારી સામે ખુરશી પર બેસાડ્યાં.
“બા, આજે અહીં ક્યાંથી? આવ્યાં તે સારું કર્યું.”
“તમે કહેતા હતા ને કે વીલમાં મારું નામ લખ્યું છે ? લો, આ પચાસ હજારનો ચેક. તમે તો લો નહિ એટલે આ તમારી સંસ્થાને આપવા આવી છું.” આમ તેમણે મજાકની વાતને પણ સાચી ઠરાવી.
આ રીતે મારે તેમની સાથે ઘણી વાર રહેવાનું થતું. અમે અન્યોન્ય સરળભાવથી રહેતાં. ક્યારેક ગાડી રાખતાં ત્યારે રોજે દેલવાડા દર્શનપૂજા કરવા લઈ જતી. તેઓ મારી જેમ શ્વેતાંબર મૂર્તિપૂજક સંસ્કારના હતા તેથી તેમને પણ એ બધું ગમતું. સામાયિક અને નવકારની આરાધના અમે સાથે કરતાં.
પૂ. દીદી પણ અમારા નિવાસે કોઈ વાર ભોજન માટે પધારતાં. નિરાંતે બેસતાં, સત્સંગ કરતાં. તેઓ બાની બહુ સંભાળ રાખતાં. એથી બા વધુ ખુશ રહેતાં. “સંતોનો સ્નેહ ક્યાંથી. ?”
તે વખતે ગંગાબા લગભગ બાણું વર્ષની વય વટાવી ગયા હતા. મારી મંગલયાત્રા
૧૯૯
વિભાગ-૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org