________________
વળી ક્યારેક આજુબાજુના પ્રદેશોમાં પૂરો દિવસ ગાળતાં, ત્યાં પણ ધ્યાનપ્રવચન હોય. પુનઃ ડેલહાઉસીની સત્સંગયાત્રા :
પછી બીજી વાર લગભગ ૧૯૭૩માં ડેલહાઉસી ગયાં. ત્યારે તો વ્યક્તિગત જુદા નિવાસમાં રહેવાનું હતું. જેથી એકાંત, મૌન તથા નિર્ભયતાનો ગુણ કેળવાય. એક હૉટેલના મકાનમાં આઠ જેવા બ્લૉક રાખ્યા હતા. ત્યાં સૌના વ્યક્તિગત નિવાસમાં પોતાની રસોઈ કરી લેવાની. કોઈએ ભેગાં મળીને ગપ્પાં ગોષ્ઠિ કરવાનાં નહિ. પૂ. દીદીએ દર્શાવેલો ક્રમ સ્વતંત્રપણે કરવાનો. બપોરે ફક્ત ૩ થી ૪-૩૦ પ્રવચન હોય. તે પછી ફરવામાં મિત્રો મળે. છ વાગતાં તો નિવાસે પહોંચી જવાનું. કારણ કે સાંજ પડે ઠંડક અને વર્ષો લગભગ થાય.
કોઈ વાર તદ્દન એકાંતથી મૂંઝવણ થાય. સમાજનાં કાર્યો, ઘરનાં સ્વજનો યાદ આવે. તેમાં પણ નંદિતા ત્રણેક વર્ષની હતી. અમારી સાથે રહેતી, સૂતી એટલે તે યાદ આવતી. વળી ખબર આવતાં કે નંદિતા તમારા વગર રડી જાય છે. ત્યારે સવિશેષ યાદ આવતી. પરંતુ પૂ. દીદીનું પ્રેરકબળ અને નવકારમંત્ર દ્વારા મન પ્રસન્ન થતું.
સવારે દૂધ, ખાખરા; બપોરે પૂરું જમણ ચાર ચીજનું દરેકે જાતે બનાવવાનું હતું. સાંજે દૂધ, ફળ. આમ આહારનો ક્રમ રહેતો. એકંદરે આરાધનાનો આનંદ હતો. સાથે પૂ. ગંગાબા બાજુના બ્લોકમાં હતાં, આબુમાં મને તેમના નિવાસ સાથે રહેવાનો પરિચય હતો.
એક વાર એવું બન્યું કે બાજુના ઓરડાઓમાં પાંચ-સાત યુવાનો આવેલા. તેઓ વ્યસન કરીને તોફાને ચઢેલા. મારું એક બારણું તે ઓરડામાં પડતું હતું. એટલે થોડો ડર લાગ્યો. પણ જાગતી રહી. નવકાર ગણ્યા. આમ નિર્ભયતાનો અભ્યાસ થતો.
તે સમયે સમાજસેવાનું કામ ચાલુ હતું. એટલે મારે અમુક તારીખે નીકળવાનું મેં પૂ. દીદીને જણાવ્યું હતું. બીજાં બધાં એક દિવસ પછી નીકળવાનાં હતાં. મારે એકલા નીકળવાનું હતું. તેથી ટિકિટ લેવા જનાર ભાઈ પૂછવા આવ્યા કે અમારી સાથે તમારી ટિકિટ કરાવીએ ? મેં કહ્યું: “મેં દીદીને મારી તારીખ આપી છે. તેથી હવે ફેરફાર ન કરી શકું.”
““પણ તમે સાવ એકલા છો, અને અમે તો દસ વ્યક્તિઓ છીએ.” હા, પણ ફેરફાર કરું તે બરાબર નહિ.'
મારી મંગલયાત્રા
૧૯૭
વિભાગ-૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org