________________
શકો છો. આમ દક્ષા ઉપર સૂઈ ગઈ હું વચમાં સૂઈ ગઈ. અમે બંને નારાયણ આશ્રમની મીઠી સ્મૃતિને મનમાં વાગોળતા હતા. મન કહેતું શા માટે વહેલા પાછા વળ્યા ?
- સવાર થઈ ત્યાં તો હવે પેલો યુવાન અમારે માટે પાણી લઈ આવ્યો. બીજા કામ પણ પૂછવા લાગ્યો અમારે કંઈ કામ હતું નહિ. દક્ષા આહારમાં ચીકણી હતી. એટલે એને કંઈ ખાવું ન હતું. મારે પણ ખાવાનું ન હતું.
એમ કરતાં ૧૧ વાગે સાબરમતી આવ્યું. અમને લેવા અતુલ, રમોના. નંદિતા આવ્યાં હતાં. નંદિતાને જોઈને દક્ષા રાજીરાજી થઈ ગઈ. તેને ઉપાડીને વહાલ કરવા લાગી. મને લાગ્યું કે નારાયણ આશ્રમ હવે ભુલોચો? હજી દક્ષાનાં લગ્ન થયાં ન હતા.
પેલા યુવાનનો આભાર માની, સામાન લઈ અમે ઘરે જવા નીકળ્યાં. ઘરે પહોંચ્યાં એટલે થોડી વારમાં બધું ગોઠવાઈ ગયું.
સંસારના ખેલ આવા છે. ઘડી રાજી ઘડી નારાજી, ઘડી હર્ષ ઘડી શોક. આમે અતુલ-દક્ષા નાનાં હતાં ત્યારથી તેમને માણસોની હાજરી ખૂબ ગમે. ખાવા-પીવાના જલસા થાય. હું તે પ્રમાણે બધું કરી આપું. પણ તકલીફ એ કે જ્યારે સૌ વિદાય થાય ત્યારે માણેલો આનંદ બાષ્પીભવન થઈ જાય. બંને લગભગ રડી જાય. વળી થોડો વખત થાય એટલે રમતાં થાય. તેમાં પણ તેમના પિતાજીના ગયા પછી તેઓને સગા-મિત્રો સાથે રહેવું બહુ જ ગમતું. આમ અમારો પ્રવાસનો પ્રસંગ સંપન્ન થયો.
અમદાવાદ આવી મોસાળાને દિવસે મોસાળું લઈને હૉલ પર ગયાં. સૌએ આવકાર્યા, બેઠકમાં બેઠાં, ત્યાં એક વિચાર ઝબક્યો કે હું આ પ્રસંગમાં આવી ન હોત તો વરઘોડિયાં કુંવારાં રહે ખરાં ! આ પ્રસંગ અતુલ-રમોના કરી શકયાં હોત. અને તે વખતે એક નિર્ણય કર્યો કે હવે સત્સંગ જેવાં અનુષ્ઠાનો છોડી સાંસારિક પ્રસંગમાં જવું નહિ.
આમ જોકે હું તેઓના ગયા પછી લગ્ન વિગેરેમાં જતી ન હતી. પરંતુ વળી છેલ્લાં દસ વર્ષથી, અતુલનાં લગ્નથી જવાનું શરૂ કર્યું હતું. તે હવે ગૌણ કરવાનો નિર્ણય કર્યો અને છેવટે લગભગ ૧૯૭૫ થી તો તદ્દન ત્યાગ જ કર્યો. એમાં મારી હાજરીની જરૂર જણાતી ન હતી. અતુલ-૨મોના તે માટે સક્ષમ હતાં, તે કાર્ય કરી લેતાં. કોઈ વાર તે પ્રસંગોના ધાર્મિક પ્રકારોમાં હાજરી આપતી.
મારી મંગલયાત્રા
૧૫
વિભાગ-૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org