________________
જોઈને રડી પડી. ખરેખર આપણે અમદાવાદ જવું પડશે ! માથે હાથ ફેરવીને છાની રાખી. થોડી વાર તેની સાથે પાનાં રમી પણ તેને પાના રમવામાં રસ ન પડ્યો. સૂનમૂન થઈને ઊંઘી ગઈ. આપણું મન કેવું પાતળી કાચની બંગડી જેવું છે ! ગમેલું છૂટી જતાં નંદવાઈ જાય. મુસાફરીમાં સજ્જનતાનો અનુભવ :
- નારાયણ આશ્રમની તળેટીમાં તવાગાઢ રાત્રે રહ્યાં. ત્યાંના એક ભાઈ સાથે સવારે બસમાં રાણીખેત પહોંચ્યાં. વળી સવારે નીકળી રાત્રે દિલ્હી પહોંચ્યાં. સ્ટેશન પર ખબર પડી કે અમારું રિઝર્વેશન થયું નથી. દક્ષા હજી સ્વસ્થ ન હતી. અમે ફર્સ્ટ કલાસના એક ડબ્બામાં સામાન ગોઠવીને બેઠા ત્યાં એક યુવાન તેનાં ત્રણ નાનાં ભાઈ-બહેનો સાથે આવ્યો. તે ટિકિટ બતાવી કહે આ ડબ્બામાં મારું રિઝર્વેશન છે, તમે ખાલી કરો.
મેં કહ્યું : ભાઈ, અમને રિઝર્વેશન મળ્યું નથી. અમે રાત્રે નીચે બેસી જઈશું, તમે તમારી સીટ પર આરામ કરો. ત્યાં તો ટી.ટી. આવ્યા. સામાન્ય રીતે ટી.ટી. તો આમાં ખાસ રકમ પડાવે. પરંતુ સદ્ભાગ્યે તે સજ્જને પેલા યુવાનને સમજાવ્યો કે ભાઈ, તમારી મા માની આ બહેનોને બેસવા દે. તારાં ભાઈ-બહેનો તો નાનાં છે. જગાનો વાંધો નહિ આવે.
પેલો યુવાન આમ રેલવે અધિકારીનો દીકરો હતો તેથી શરૂઆતમાં જરા આકરા થઈ ના પાડી. ટી.ટી. ને ખ્યાલ હતો જ કે આમે આ યુવાન તો ફ્રી પાસેથી મુસાફરી કરવાનો છે. તેથી કે ગમે તેમ પણ ટી.ટી.એ તેને શાંતિથી સમજાવ્યો. યુવાન જરા ધીમો પડ્યો. તેણે તેનો સામાન ગોઠવી દીધો.
રાત્રે લગભગ ૯ વાગ્યા હતા. અમે મા-દીકરીએ નીચે બિસ્તરો પાથર્યો. દક્ષાના મનને વાળવા મેં પાનાં કાઢ્યાં. આમ હું તો રમતી નહિ પણ તેણે પાનાં સાથે રાખેલાં. અમે પાનાં રમવાં શરૂ કર્યા. તે વખતે પેલાં નાનાં બાળકો અમારી આજુબાજુ ગોઠવાઈ ગયાં. તેઓને પાનાં રમવાની મઝા પડી. પછી તો યુવાન પણ અમારી સાથે પાનાં રમવા બેઠો. આમ એકાદ કલાક આનંદથી પસાર થયો. આમાં સંતોનાં આશિષ પણ કામ કરે છે.
સૌએ સુવાની તૈયારી કરી. પેલો યુવાન કહે : મારાં ભાઈ-બહેનો નાના છે, ઉપર સૂઈ નહિ જાય. તમે ઉપરની એક ખાલી સીટ છે તે લઈ વિભાગ-૮
૧૯૪
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org