________________
પૂ. દીદી સાથે ડેલહાઉસીની સત્સગયાત્રા :
પૂ. દીદી સાથે ૧૯૬૬માં પ્રથમ વાર ડેલહાઉસી સત્સંગ યાત્રા થઈ ત્યારે અમે પાંચ જ હતાં. એક સગવડવાળું મકાન રાખીને છ સપ્તાહ સાથે જ રહ્યાં. કામ માટે એક માણસ લઈ ગયા હતા. અમારું મકાન એકાંત સ્થાને હતું. અહીં ઠંડી સહ્ય હતી. પૂ. દીદી સાથે હું, કલ્યાણભાઈ, સુશીલાભાભી, પ્રભાબહેન, રહેતાં. વળી જે કોઈ પરિચિત આવતા તે પોતાની વ્યવસ્થા કરી લેતા.
સવારે સ્નાનાદિ કરી શુદ્ધ વસ્ત્ર પહેરીને પૂ. દીદીની સાથે ધ્યાનમાં બેસતાં, સવારે ૫ થી ૬ ધ્યાન થાય. પછી એક કલાક દીદી અધ્યાત્મપ્રેરક વાર્તાલાપ કરતાં. સવારનું શિરામણ થઈ જાય પછી સ્વાધ્યાય કરીએ. રસોઈ વિગેરે કરી જમીને તરત જ ૧૨ થી ૧ લગભગ ૫-૭ કિલોમીટર ફરવાનું. કારણ કે સાંજે આ પ્રદેશમાં લગભગ વર્ષા થતી. બપોરે આરામ કરી વળી એક સ્વાધ્યાય થતો. સાંજે રસોઈ જમી પરવારી પૂ. દીદી સાથે હળવી ચર્ચા-વિનોદ થતાં. બીજા સૌને નીંદર સાથે મિત્રતા, એટલે નવ વાગે સૂઈ જતા. કોઈવાર ભાઈ, ભાભી અને પ્રભાબહેન તેમની ખાસ ચર્ચા માટે બેસતા ત્યારે હું કંઈ વાંચન કરતી, પછી સૂઈ જતી.
આ સ્થાનોમાં આવનાર બે-પાંચ દિવસ રહે પછી અન્ય સ્થળે જાય. અમે છ સપ્તાહ રહેવાના હતા. એક દિવસ એક ઓળખીતા મિત્ર મળ્યા. “તમે અહીં આટલો વખત શું કરશો?” “અમે અહીં કંઈ ન કરવા માટે આવ્યા છીએ. કરવાનું તો અમદાવાદ પડયું છે, હા પણ આરામ કે મોજમજા માટે નથી આવ્યા. પરંતુ જ્ઞાન-ધ્યાનની આરાધના માટે આવ્યા છીએ.” એ ભાઈ કેવી રીતે સમજે? અહીં કોઈ તીર્થ નહિ, મંદિર નહિ. અને અહીં સાધના શું કરવાની ?
અરે ભાઈ ! જ્યાં સંતોનો સમાગમ તે તીર્થ, અને આરાધકોનો સમૂહ જ્યાં બેસે તે આરાધના સ્થળ હોય ! વળી અધ્યાત્મ પ્રેરક શિક્ષણ લેવું તે સાધના.
અમે સાંસારિક વ્યવહાર-વ્યાપારનાં કાર્યોથી મુક્ત થઈને આવ્યાં હતાં. હિલ સ્ટેશને પણ શરીરના ધર્મ ખાતર ફરવાનું રાખતાં. કંઈ જોવાજાણવાનું હતું નહિ. જે કાંઈ જોવું-જાણવું હતું તે હવે અંતઃસ્તલમાં હતું. તેથી બાહ્ય જીવનની પ્રણાલીઓની ગૌણતા થઈ જ જતી. આહારાદિમાં પણ સંયમ પળાતો. આમ જીવનમાં આરાધનાનો ઉત્તમ અવસર હતો. વિભાગ-૮
મારી મંગલયાત્રા
૧૯૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org