________________
બધા ત્યાગમાં તો હળવાશ અનુભવું છું. જગતમાં કશું જોવા-જાણવાનો, હરવા-ફરવાનો કોઈ પ્રતિબંધ નથી. પરંતુ એ સંતકૃપા કહો, કોઈ પણ વૃત્તિ પેદા થતી નથી. ત્યાગ-વૈરાગ્યનો ભાવ દૃઢ થતો જાય છે. તેમાંથી આનંદ મળવાને બદલે શુષ્કતા-ખાલીપો કેમ લાગે છે? એવું માનું છું તે બરાબર છે ? ક્યારેક સાત્ત્વિક આનંદ અનુભવું છું ત્યારે લાગે છે કે હવે કાર્ય સિદ્ધ થતું જાય છે. પરંતુ તે ભાવ વાદળાની જેમ વિખરાઈ જાય છે.
આ સર્વ હું કહેતી ગઈ; તેઓ શાંતિથી સાંભળતાં હતાં. આવું ઘણું કહી હું શાંત થઈ.
દીદી કહે : ““જયારે તમે જેને સુખ માન્યું હતું તે કોણે આપ્યું હતું? તે કોનું હતું ? કેમ મળ્યું હતું ?”
મેં કંઈ જવાબ ન આપ્યો. મારે કહેવાનું મેં કહી દીધું હતું.
પુનઃ કહે : ““ત્યારે તમે એમ માનતાં હતાં કે આ સુખ સદાનું છે, મારું છે. મારા પુણ્યથી મળ્યું છે. પણ તે પ્રારબ્બાધીન હતું. પ્રારબ્ધઈશ્વરે આપ્યું તે પૂરું થયું. જેણે આપ્યું હતું તેણે પાછું લીધું. આનો તમે સ્વીકાર કરી શક્યા નથી. તેથી તમારું દુઃખ હળવું બનતું નથી. અધ્યાત્મ એ છે કે સુખ તમારું હતું. ગમ્યું હતું. દુઃખ પણ તમારું છે, સમતાથી ગમાડવું જોઈએ. તો દુઃખ ટળશે.”
પછી જરા તેજ સ્વરે કહ્યું : “તમે કર્મગ્રંથ ભણ્યા તેનો બોધ પરિણામ પામ્યો નથી. અધ્યાત્મનો બોધ પરિણામ પામશે ત્યારે તમે આત્મભાવે જીવતા શીખશો. તે જ સમયે દુ:ખ, શુષ્કતા, બોજ બધું દૂર થશે. તમારી ભાવના અધ્યાત્મજીવનની છે, એટલે એ કાર્ય મુશ્કેલ નથી. તમે જરૂર એ દિશામાં પહોંચી શકશો. પંડિતજીએ શિક્ષણ આપ્યું છે ને ?”
પુનઃ કહે : “અત્યાર સુધી તમે સત્કાર્ય કર્યું. પંડિતજી પાસે વાંચન કર્યું, કર્મગ્રંથ શીખ્યા, સત્કાર્યમાં છિદ્રવાળું પાત્ર ભરાય નહિ, જો કે તમે સમય પસાર કર્યો તે નિરર્થક નથી ગયો. પણ તેનું વહેણ આત્મ પ્રત્યે વહ્યું ન હોવાથી એ પાસું નિરામય ન બન્યું. હૃદય ભીંજાયું નહિ, પણ બધું શોષાઈ ગયું. હજી સમય છે, શક્તિ છે. મનોબળ કેળવો, પ્રભુને સમર્પિત થાઓ. તમારી અંદર રહેલી શક્તિને આનંદરૂપે પ્રગટ થવા દો. થશે તેની ખાતરી રાખો. મારી શુભાશિષ છે.” પ્રસન્નતાની અનુભૂતિ :
આમ ઘણી રીતે મારા મનનો ખુલાસો કર્યો. સમય થતાં તેઓ મારી મંગલયાત્રા
વિભાગ-૮
૧૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org