________________
વળી પોતે મેધાવી, ઘણા અનુભવી અને અધ્યાત્મબળવાળાં હતાં. તેથી સૌ તેમના સાન્નિધ્યમાં રહેવા ઇચ્છતાં અને બોધ પામતાં. સાધકો, વિદ્વજનો, સંતો, સામાજિક કાર્યકરો એમ વિવિધ વ્યક્તિઓ તેમના પરિચયમાં આવતા તેવી તેમની પ્રતિભા હતી.
હિમાલયના પ્રદેશોમાં બે વાર ડેલહાઉસી ઉપરાંત એક વાર ૧૯૬૭માં અમે નારાયણ આશ્રમ ગયાં હતાં, જે કૈલાસ જતા માર્ગમાં આવે છે. મોટરમાં કે બસમાં અલમોડા થઈ વહેતી નદીના પ્રવાહો પાસે ધારચૂલા ગામ થઈને લગભગ ચૌદ કિલોમીટર પહાડ ચઢવાનો છે. હાલ તો લગભગ છેક સુધી વાહનવ્યવહાર થઈ ગયો છે. નારાયણ આશ્રમ લગભગ ૧૧,૦૦૦ ફીટ ઊંચો છે. વર્ષો પહેલાં નારાયણ સ્વામી નામના સંત આ ટેકરી પર કુટિર બાંધીને રહ્યા હતા. નારાયણ આશ્રમ જતાં પહેલાં વિશ્રામ સ્થળ જેવું નારાયણનગર આવે છે. ત્યાં ત્રણ દિવસ રહ્યા..
તે સમયે વાહનવ્યવહાર નહીં હોવાથી માણસો પીઠ પર સામાન લાવતા. ઘણા પરિશ્રમે કાર્ય થતું, છતાં આ આશ્રમમાં સુંદર સામાન્ય સગવડવાળાં મકાન, રાત્રિ-દિવસ પાણીની સુવિધા, પહાડમાં પણ સપાટ ભૂમિમાં મીઠા પાણીનું સરોવર આવેલું છે. સપાટ ભૂમિ પર ઉનાળામાં વટાણા જેવું કંઈક શાક મળી રહેતું. તે સિવાય કોઈ પણ ચીજ ચૌદ કિલોમીટર નીચેથી લાવવી પડતી. તાર-ટપાલ પણ એ જ રીતે મળતાં. નારાયણ આશ્રમથી કૈલાસ પગપાળા જવાતું. પૂ. દીદીએ કૈલાસ જવાના વિચારથી આ સ્થળ પસંદ કર્યું હતું પણ ત્યારે અમને ત્યાં જવા માટે મંજૂરી મળી ન હતી.
પૂ. દીદીના પરિચયથી અમને ત્યાં સારી સુવિધા મળી હતી. નીચે તવાગાઢ નામના ગામ પાસે એક ગેસ્ટ હાઉસ હતું. અમે બસમાં ત્યાં પહોંચ્યા. અમને લેવા આશ્રમના ૫૦ માણસોનો એક કાફલો લેવા આવ્યો હતો.
પૂ. દીદી, કલ્યાણભાઈ, ભાભી, તેમનો દીકરો શ્રીકાંત, પ્રભાબહેન, હું, દક્ષા અને અમે એક માણસ સાથે લીધો હતો. પૂ. દીદીની પદ્ધતિમાં પૂરી સગવડ કરીને જવાનું રહેતું. અને છતાં અગવડ પડે તો હસતા મુખે રહેવાનું. ન અવાજ, ન ફરિયાદ.
હું, પ્રભાબહેન અને ભાભી ત્રણે તાજી જ સર્જરીવાળાં હતાં. એટલે અમારી ડોળીના દરેકના ૮ માણસ અદલાબદલી કરવાને કારણે કુલ ૨૪,
મારી મંગલયાત્રા
૧૯૧
વિભાગ-૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org