________________
કાર્યો, ગૌણતાથી ચાલુ હતાં. કૌટુમ્બિક કાર્યોથી તો મહદ્અંશે નિવૃત્તિ હતી. એટલે આરાધના સ્થિરતાથી થતી હતી. પછી તો સંત-સમાગમથી અધ્યાત્મબળની વિશેષતા માટે વિશેષ થઈ તે હવે જોઈશું.
આ સંત-મહાત્માઓનો સંગ, નિશ્રા એ તો મારા જીવનમાં અમૃત બની ગયું. જીવન ખેંચી કાઢવાનું છે એવું નબળું મનોબળ તો ક્યાંય નષ્ટપ્રાય બની ગયું. આ સંતો દ્વારા જ્ઞાનની ગંગોત્રી અને વાત્સલ્યની જન્મોત્રી માણવા મળી, તેમાં ઊંડી ડૂબકીઓ લીધી અને જીવનની બધી સમસ્યાઓ પાતાળમાં ધરબાઈ ગઈ. જે જે સંતોની નિશ્રામાં રહેવાનું થયું તે તે સમયે તે તે સંતો પાસેના અમૃત રસાયણમાં આ જીવન પણ રસાતું ગયું. કોઈ પુણ્યયોગે આવો જીવનરસ મળ્યો તેને પરખવા હૃદયમાં અંકિત કરવા, જ્યારે જ્યારે એવો અવસર મળે તેને વધાવી જ લેતી. શું વર્ણન કરું શું ના કરું ? ક્યાં પેલી ચૌદ-ચોવીસ વર્ષની બાલચેષ્ટા? કયાં પેલી વૈધવ્ય દશાનું આક્રંદ ? દીન-હીન દશા તથા શોક પછીના વિષાદનો જખમ ? એ બધું વર્ણન થઈ ચૂક્યું છે.
આ સંતોએ શું જાદુ કર્યું... એવું લાગે જાણે એ બધાં વાદળા સંતોની કરુણાના સમીરથી વીખરાઈ ગયાં. ચિદાકાશ ચોખ્ખું થયું. હા, પણ જાગ્રત તો રહેવાનું છે. કોને ખબર પૂર્વસંચિત કોઈ ખૂણામાં પડેલાં પાછા ઉદયકર્મના વાદળાં ઊમટી આવે ?
તપ-જપ-મોહ-મહા તોફાને, નાવ ન ચાલે ન માને. પણ ભય નહિ મુજ હાથો હાથે, તારે તે (સંતો) છે સાથે.
આમ સંતોના સથવારે જે બન્યું તે અકલ્પનીય છે. હવે તેના જ સહારે સંસારસાગર પાર કરવાનો છે. તેનો વિશ્વાસ એ જ આ સંતોનું આપેલું અમૃત છે.
“જે કર્મ એકવાર ભોગવીને છૂટી જાય તેવા આત્મા સાથે એકાકાર થયેલા કર્મના જોડાણને બંધ કહેવાય છે. અને જે કર્મો, ભોગવતી વખતે નવાં કર્મનાં બંધન મૂકીને જાય છે. ફરી એને ભોગવતાં એ બીજાં બંધન મૂકી જાય છે. એવા આત્મા સાથેના પરંપરાવાળા કર્મના, જોડાણને અનુબંધ કહેવાય છે. “આત્માને ઓળખો' એવી નિશ્ચયનયની બૂમો પાડવાને બદલે, બંધનોને સૌ પ્રથમ ઓળખો. બંધનોને ઓળખ્યા પછી એ બંધનોનો તોડો.” બંધનના કારણોથી દૂર રહો.
વિભાગ-૭
૧૭૬
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org