________________
શરૂઆતમાં ફલૅટમાં ભાડે રહ્યાં. પછી પોતાનું મોટું મકાન રાખી સંપન્નપણે સ્થાયી થયા. જોકે આ પણ મારા જીવનની જેમ ઠગારું નીવડ્યું તે આગળ જોઈશું. વાસ્તવમાં સંસારમાં કશું વ્યવસ્થિત નથી. ક્ષણે ક્ષણે પરિવર્તનશીલ જગતમાં જીવે સ્થાયીપણું માનવું એ ભ્રમ નીવડે છે. આવો બોધ દુર્લભ મનાયો છે.
વળી અનુક્રમે દક્ષાને બે સંતાનોની પ્રાપ્તિ થઈ તે પ્રસંગો પણ સમયોચિત ઊકલ્યા.
આમ પ્રથમના ત્રણ દસકા જેવો સમય સાંસારિક રીતે સામાન્ય રીતે સુખદુઃખ છતાં ધર્મભાવનાઓમાં કંઈક પુણ્યયોગવાળો હતો. ત્યાર પછી વૈધવ્યપણે એક દસકો સ્વયં દીનદશામાં વિતાવ્યો. વળી પુનઃ એક દસકો તે દીનદશા નિવારવા અને કંઈ સેવાની ભાવનાથી પૂરો થયો. એમ કરતાં આપણે લગભગ ૧૯૭૦ સુધી આવ્યાં. પછી સંતોના સમાગમના અવસરમાં વિશેષતા થઈ. તેના બોધના સરવાણી પૂર્વે વચમાં મારી કુટુંબકથા કરી લીધી.
વળી આમ તો ૧૯૬૭થી માનસિક સ્વસ્થતા રહી, વિષાદમુક્તિને કારણે આંતરિક પ્રસન્નતા હતી. તેમાં બહારના સેવાકાર્યથી પરોપકારભાવનો સંતોષ હતો. કૌટુમ્બિક રીતે પણ બાહ્ય અને ઘરમાં કંઈ વિષમતા ન હતી. સંસાર વિષમતાથી ભરેલો છે તે વાત સહી પરંતુ આવા પુણ્યયોગને આપણે સુખદ માનીએ છીએ.
વળી હવે બંને સંસ્થાઓનો પણ ઘણો વિકાસ થયો હતો. ભારતભરમાં પ્રશંસનીય કાર્ય તરીકે પ્રસિદ્ધિ હતી. તે પ્રવૃત્તિને યોગ્ય કાર્યક્રમો થતાં તેમાં પણ એક પ્રકારના વિકાસથી સંતોષ હતો. આમ લગભગ ૧૯૭૫ સુધી આ યાત્રા થતી રહી, તેમાં આ રજનીશ અને પૂ. વિમલાતાઈ ઠકારનો પરિચય થતાં અંતરમાં પડેલા અધ્યાત્મજીવનના-આત્મદર્શનના સંસ્કારો ચમકવા લાગ્યા.
અમારા કલ્યાણભાઈ વિગેરે મિત્રો પણ આ વિચારમાં પ્રવૃત્ત થયા. તે ગાળામાં મને સાધુજનોનો સંપર્ક ન હતો. તેથી પ્રારંભમાં હું ઈડરવડવા શ્રીમદ્ રાજચંદ્રના આશ્રમોમાં સત્સંગી મિત્રો સાથે નિવૃત્તિ લઈ આરાધના માટે જવા લાગી. ત્યારે મારા મનમાં સુલસા, સુભદ્રા, ચંદના જેવી પરમ શ્રાવિકાઓનું ચિત્ર કથા દ્વારા અંકિત થતું. અને મને લાગતું કે હવે જીવન પ્રભુ પ્રીત્યર્થે જીવવું છે.
જોકે આ પદ્ધતિ અપનાવ્યા પછી લગભગ ૧૯૮૪ સુધી સંસ્થાનાં મારી મંગલયાત્રા ૧૭પ
વિભાગ-૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org