________________
જોયું તો ચાવી કબાટમાં ભરાવેલી હતી. કબાટ ખોલ્યું તો ખાનામાં દાગીના ન મળે. એ વખતે તે લાખોની કિંમતના હતા.
અતુલે તરત જ પોલીસમાં ખબર આપ્યા. વેલ્થ ટેકસમાં ભરેલા ફોર્મ પ્રમાણે વસ્તુ અને કિંમત નોંધાવી. બીજે દિવસે છાપામાં પણ તે પ્રસિદ્ધ થયું. તેમાં વળી પાંચ-સાત દિવસે પેલા નોકરનું એક કાર્ડ આવ્યું કે “મેં તમારે ત્યાં ચોરી કરી હતી. મારી સાથે એક માણસ પાલડી ગામનો હતો. અમે અમદાવાદથી ભાગ્યા. પણ પછી મને પસ્તાવો થયો એટલે હું તો નદીમાં પડતું મૂકીને ડૂબી જાઉં છું.” શું થયું હશે તે ખબર નથી પણ આ કાર્ડ પરથી પોલીસે પેલા માણસને શોધી કાઢ્યો. પેલા માણસની બનાવટ હશે અને જે માણસ બધું પચાવી ગયો તેને પકડાવી દેવાની તેની દાનત હશે.
આ બે માણસોએ ખાવાપીવા માટે થોડાક દાગીના વેચ્યા હતા પરંતુ કીમતી દાગીના રહ્યા હતા.
- હવે પકડાયેલા માણસે જણાવ્યું કે અમે કોઈ શહેરથી ટ્રેઇન પકડવા સ્ટેશને આવ્યા. અમારી પાસે રકમ હતી. એટલે પેલો માણસ થોડા દાગીના લઈ શહેરમાં ગયો. બધું સાથે લઈ જવામાં જોખમ હતું. મને સ્ટેશન પર બેસાડ્યો હતો. મારી પાસે આટલો બધો માલ આવી ગયો ત્યાં વળી ટ્રેઇન મળી ગઈ એટલે હું તો અમદાવાદ આવી ગયો.
આ પ્રમાણે રાત્રે બાર વાગે પોલીસો પેલા ચોરને મુદ્દામાલ સાથે લાવ્યા. તેને માર પડેલો તેવું તેના શરીર પરથી લાગ્યું હતું. જોકે ત્યારે મને કંઈ વિચાર નહિ આવેલો. પેલા માણસે પાણી માંગ્યું. મેં તેને પોલીસોની જેમ કોકાકોલા પીવા આપી તે ગટગટાવી ગયો. ત્યારે મને દયા આવી કે અરેરે, આને કેવો માર પડ્યો છે ? છતાં તેને કંઈ મળ્યું તો નહિ. સંસારના પ્રસંગોમાં જાણે-અજાણે આપણે કેવા નિમિત્તમાં ભરવાઈ જઈએ છે તે પરિણામે દુઃખદાયક હોય છે. તેમાં કંઈ મેળવવાનું હોતું નથી. જીવનમાં આવા પ્રસંગે અન્યને દુ:ખ ન પડે તેવા મનોભાવ બળવાન સંસ્કાર વગર ઉભવતા નથી તેથી ગુણોની ઊંચાઈ થતી નથી. ત્યારે મહાપુરુષોના પ્રસંગોનું સ્મરણ થઈ આવતું. ખેર. દક્ષાની સાસરે વિદાય ૧૯૬૮ :
લગ્નનાં કાર્યોમાં અતુલ-રમોના નિપુણ હતાં એટલે દક્ષાની સામાન્ય ખરીદી સિવાય મારે કંઈ કરવાનું ન હતું. વળી જમણવાર જેવા પ્રસંગ માટે મારાં નણંદ અને નણદોઈ શારદાબહેન અને ન્હાનાલાલને બોલાવી મારી મંગલયાત્રા
વિભાગ-૭
૧૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org