________________
લેતી. તેમના ગ્રંથો વાંચતાં એવા ભાવ થતા કે હવે મારા હૃદયમાં કંઈ ભાર કે શંકા નથી. એમના સાહિત્ય અને બોધથી મને અંદરમાં નિરાંત લાગતી. વાસ્તવમાં તેમનાં પ્રવચનો અને ગ્રંથો મારે માટે એક સહારો બન્યાં.
- આચાર્ય શ્રી રજનીશજી અમદાવાદ આવતા ત્યારે બાપુજી (પૂ. શ્રી ત્રિકમલાલ)ને ત્યાં ઉતારો હોય. તેમની સેવા માટે બાપુજી મને બોલાવી લેતા. તે વખતે તેમનું સાન્નિધ્ય જીવને જે આનંદ આપતું, તેનું વર્ણન ત્યારે કરી શકતી ન હતી. આજે પણ કેમ કરી શકું? પૂ. પંડિતજી પાસે આચાર્યશ્રીના પ્રવચનનો સાર કહેતી ત્યારે તેઓ કહેતા કે તેઓનાં પ્રવચનો તર્કપ્રધાન છે. પણ વક્તવ્ય ઘણું સચોટ હોવાથી જનતાને રુચે અને તેનાથી પ્રભાવિત થાય તે સ્વાભાવિક છે. એ સમયે હું મને ખૂબ સદ્દભાગી માનતી. તેઓની સાથે વાતો કરવાનું ગજું ન હતું. પરંતુ તેમની નિશ્રામાં કોઈ જાદુ હતો. નેત્રોમાં જાણે ગજબનું આકર્ષણ હતું.
જોકે તેમની સેવાનું ખાસ કામ ન રહેતું. તેમનો તે સમયે વસ્તુનો પરિગ્રહ બહુ સીમિત હતો. આહાર સાદો હતો. માત્રા અલ્પ હતી. સામાનમાં એક બૅગ. તેમાં વધારાનાં બે જોડ વસ્ત્રો, નીચેની લુંગી, ઉપરનું ખેસ જેવું, એક આશીકું. તેઓ કહેતા : ““રનેકા સ્થાન બદલતા રહેતા હૈ, હમેં યહ પિલો અનુકૂળ રહેતા હૈ.” નાના કોઈ બૉક્સમાં બ્રશ વિ. અને બાટાની સ્લિપર, એકાદ-બે પુસ્તકો, સ્વયં પોતે જ પુસ્તકાલય જેવા હતા. તેઓ કહેતા કે તેમણે દસ હજાર જેટલાં પુસ્તકો વાંચ્યાં છે. તેઓની સ્વાધ્યાયલબ્ધિ ગજબની હતી. પાના પર આંખ જ ફેરવતા અને પાનું વંચાઈ જતું. અક્ષરશઃ સ્મૃતિમાં અંકાઈ જતું.
પછી તો તેઓના મહારાષ્ટ્રમાં, સૌરાષ્ટ્રમાં અને અમદાવાદમાં ઘણાં પ્રવચનો યોજાતાં. છેવટે જનતાની સંખ્યા ૨૦/રપ હજાર જેવી થતી. પરન્તુ ટી.વી.ની સગવડ, તેમની વચનલબ્ધિ, તેમની આંખની ચમત્કારિક નજર... સભા મંત્રમુગ્ધ બનતી. પ્રવચનધારાનાં વાક્યોનો અસ્મલિત પ્રવાહ શ્રોતાજનોના કાનમાં ગુંજ્યા કરતો. પછી તો અનેક સ્થળોએ શિબિરો થતી. જનતા સર્વ સ્થળે ઊમટી પડતી. ચારે બાજુ પ્રસન્નતા પ્રસરી જતી. સૌમાં નવું ઓજસ પ્રગટ થતું. દરેક સમયે એક કલાક અખ્ખલિત પ્રવચનધારા વહેતી.
લગભગ ૧૯૬૦ થી ૧૯૭૦ તેમના ઘણા કાર્યક્રમોમાં જવાનું થતું. વિભાગ-૮
૧૮0
મારી મંગલયાત્રા www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only