________________
'મૃત્યુ શું છે. મનુષ્ય માને છે કે તે જીવી રહ્યો છે. વાસ્તવમાં ને જે જીવન દેખાય છે. તે પૂર્ણ થઈ મૃત્યુમાં પરિણત |
થાય છે. જાણે કે જીવન જેવું કંઈ હતું જ નહિ કેવળ મૃત્યુ પ્રત્યેની યાત્રા હતી. જીવો એ મૃત્યુને જાણતા નથી, તે કેવળ મૃત્યુથી ભયભીત છે. જ્ઞાની કહે છે મૃત્યુ તો અજ્ઞાત છે, તો પછી તેનો ભય શા માટે ? જેને આપણે મૃત્યુનો ભય કહીએ છીએ તે શું છે ? જેને આપણે જીવન કહીએ છીએ તેનું સમાપ્ત થવું અને જે જ્ઞાન છે તેનું ગુપ્ત થવું તે મૃત્યુ છે.
ભૌતિક પદાર્થો જેનો આપણને પરિચય (જ્ઞાન) છે. શરીર, ગૃહ સંપત્તિ, પ્રતિષ્ઠા, સંસ્કાર, આ સર્વે સાથે તાદાય છે. અને તાદામનું છૂટી જવું તેનો ભય છે. તાદામ્ય જનિત પદાર્થોમાં મારાપણાના, ‘હું'ની માન્યતા ભય પેદા કરે છે. તે તે પદાર્થોનું તાદાઓ છૂટી જાય, તો જીવ એમ જાણી લે કે જેને હું' માનતો હતો તે '' નથી. હું તે સર્વથી ભિન્ન છું તે જ ક્ષણે ભય વિસર્જિત થઈ જાય છે.
આ. રજનીશજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org