________________
મકાન લીધું હતું. તેઓ અવારનવાર જતા અને શ્રી તાઈને મળતા, તેમનાથી પ્રભાવિત થયેલા. બાપુજીના કહેવાથી કલ્યાણભાઈ, સુશીલાભાભી અને હું અમે ત્રણે આબુ તેમની પાસે પહોંચી ગયાં. પ્રથમ મુલાકાતે તેમના તેજસ્વી ચક્ષુઓ અને મધુર વાણી જેમાં જીવનલક્ષી દૃષ્ટિની વિશેષતા હતી, તે અમને સ્પર્શી ગઈ. મારામાં અધ્યાત્મપ્રેરક સાધનાની ઉત્કંઠા તીવ્ર બનતી હતી. તે માર્ગે મને અવલંબનની જરૂર હતી. તેથી તેમના પરિચયમાં મને આશા બંધાણી. અમે ત્રણ દિવસ તેમની નિશ્રામાં રહ્યાં. રોજે બે કલાક સત્સંગ થતો.
૧૯૬૬થી અમે તેમના પરિચયમાં આવ્યાં. પછી અમે તેમને “દીદી” કે બહેન કહેતાં. લગભગ ૧૯૬૭ના જાન્યુઆરીમાં દીદી સાથે આબુમાં ત્રણચાર દિવસ તેમની નિશ્રામાં રહેવાનું થયું હતું.
તેમની વિચારધારાનું મુખ્ય ધ્યેય વર્તમાનમાં જીવો, સમગ્રતામાં જીવો, પ્રતિક્રિયાથી જાગ્રત રહો, મૈત્રીભાવ કેળવો, અંતરનિરીક્ષણ કરો. કોઈ પણ પરિસ્થિતિમાં મૂંઝાઈને વિકલ્પોની, શંકાઓની જાળમાં જીવનને ખંડિત ન કરવું. અંગત કે સફાઈ જેવાં કાર્યો કરો તો તે પૂરા ધ્યાનથી કરો. કપડાં સૂકવો કે જે કંઈ કાર્ય કરો, ઉપયોગપૂર્વક કરો. આથી જ્યારે ધ્યાનમાં જશો ત્યારે ઉપયોગની ચંચળતા નહિ રહે.
સમગ્રતામાં અસ્તિત્વ જેવું શુદ્ધ છે તેવું પ્રગટ થવા દો. વ્યવહારમાં દૂષણથી મલિનતા ન લાવો. પ્રેમનું ફલક વિશાળ થવા દો સંકુચિતતાનો ત્યાગ કરો. સત્યનું આચરણ કરો. અર્થાત્ અધ્યાત્મને લગતી ઘણી ઉત્તમ પદ્ધતિ હતી. એટલે મને પ્રારંભથી જ બધું રુચતું ગયું. સાથે જ્ઞાન-ધ્યાન અને મૌનનું શિક્ષણ વધુ આનંદદાયક હતું. - ત્યાર પછી અનુકૂળતાએ તેમની પાસે અમે જતાં હતાં. એમ અમારો પરિચય વૃદ્ધિ પામ્યો. પૂ. વિમલાતાઈ વિષે મિતાક્ષરી પરિચય :
વાસ્તવિક્તા એ છે, વિભૂતિઓનો પરિચય સ્વયં તેઓની પ્રતિભા જ પ્રગટ કરે છે. છતાં પણ તેમના પ્રત્યેના અહોભાવથી જ કંઈક પરિચય આપવાની પ્રેરણા થાય છે. યદ્યપિ ગમે તે કારણે મેં પૂ. પંડિતજી, રજનીશજી, દીદી કે ૫.પૂ. આચાર્યશ્રી કલાપૂર્ણસૂરિ સુધી કોઈની સાથે અંગત પરિચયની વાત કરી નથી. ક્યારેક પ્રસંગોપાત્ત જાણવા મળ્યું તે અથવા અન્ય વ્યક્તિઓ પાસેથી સાંભળ્યું હોય તેના આધારે અહીં હાર્દિક અહોભાવ વ્યક્ત કરું વિભાગ-૮
મારી મંગલયાત્રા
૧૮૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org