________________
દેખાતી હતી. પરંતુ એ પળે અતુલ, દક્ષા અને હું ખૂબ રડી પડયાં. જો કે હાજર રહેલાં સૌ ગદ્દગદ થઈ ગયાં. છેવટે વડીલોએ અતુલને શાંત પાડ્યો. અમે સૌ શાંત થયાં. છેવટે ખેલ ખલકની જેમ વરઘોડો નીકળ્યો. અને લગ્નોત્સવ ખૂબ આનંદપૂર્વક નિર્વિને થયો.
અતલે વ્યાપાર-વ્યવહાર સંભાળી લીધો હતો. જો કે હજી શરૂઆત હતી. મારી કરકસરની અને સાદાઈની પ્રકૃતિ, એની તેઓના (પિતાજી) જેવી ઉદારવૃત્તિ હતી. અમારે કંઈક મતભેદ થતા, ઘર્ષણ થતું. તે તરત શમી જતું. વિચાર કરતી હવે મારે ક્યાં લેવા-ચૂકવવાનું છે ? વધે-ઘટે એમને જ લેવાનું-મૂકવાનું છે. એટલે મન વાળી લેતી. ક્યારેક અતુલ ઉગ્ર થતો ત્યારે હું પણ ઉગ્ર થતી. પરંતુ છેવટે તો-અમે શાંત થઈ જતાં. અને પાછાં અમે કૌટુમ્બિક ભાવથી જોડાઈ જતાં. આજ સુધી શાંતિથી સાથે રહ્યાં છીએ.
વળી સમય પરિપક્વ થતાં રમોનાએ કુશળતાથી ઘરની ઘણી જ જવાબદારી સંભાળી હતી. છતાં હજી હું ઘરના કામમાં વ્યવહારમાં અલ્પાધિક રસ લેતી, થોડી જવાબદારી ગણતી. જમાનાના સંસ્કાર પ્રમાણે ક્યારેક અન્યોન્ય કંઈક મનદુઃખ થતું પણ રમોના કંઈક નમ્ર હતી. એટલે અમારા સંયોગોમાં ઉગ્રતા ન આવતી. તેથી તે બધું ત્વરાથી શાંત થઈ જતું. સમયોચિત તેઓને પણ બે પુત્રીઓ પ્રાપ્ત થઈ હતી. બંને પુત્રીઓ મોટી થતાં રમોનાએ સ્વયં ધંધાકીય પ્રવૃત્તિ ધરમાં શરૂ કરી હતી. જે ઘણી કાર્યદક્ષતાથી નિભાવતી રહી છે. દક્ષા વિષે :
અમદાવાદ આવી ત્યારે દક્ષા લગભગ અગિયાર વર્ષની હતી. ભરતભાઈને કારણે તેમના કુટુંબનો પરિચય થવાથી તેમનાં વિધવાભાભી સવિતાબહેનની દીકરીઓ સાથે તેને શ્રેયસમાં ભણવા મૂકી હતી. અગાઉ જણાવ્યું તેમ મારે વચમાં કામ માટે મુંબઈ જવું પડતું ત્યારે કલ્યાણભાઈને ત્યાં કે મારા ભાઈને ત્યાં રહેતી. ત્યારે તેને ઘણું વસમું લાગતું. તે દિવસો પણ વીતી ગયા. મારા મન પર તેને એકલી મૂક્યાનો બોજ રહેતો કારણ કે શાળાએ જવા માટે બસ ૫-૩૦ વાગે સવારે આવે. પણ એ દિવસ નિભાવ્યા વગર છૂટકો ન હતો. દક્ષા નમ્ર અને ભદ્રિક હતી. તેથી તેના તરફની થોડી ચિંતા રહેતી.
દક્ષાનું શ્રેયસમાં ભણતર પૂરું થયું. તેને શારદામંદિરમાં મૂકી. હવે મોટી થઈ હતી. ગોઠવાઈ ગઈ હતી. મિત્રો પણ થયા હતા. એસ.એસ.સી. મારી મંગલયાત્રા ૧૭૧
વિભાગ-૭ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only