________________
પાસ કરી. ગુજરાત કૉલેજમાં એમ.એ. સુધી અભ્યાસ કર્યો. તેની પ્રકૃતિ એવી હતી કે ફર્સ્ટ કલાસ પાસ થવા જેવી મહેનત નહિ અને સેકન્ડ ક્લાસથી નીચે જવું નહિ. આમ એકધાર્યો અભ્યાસ કરી એમ.એ. થઈ. સાથે રસોઈ જેવા કામમાં પણ કુશળ હતી. ખાસ કંઈ અન્ય વિશેષતા ન હતી. થોડો વખત પૂ. પંડિતજી પાસે જતી. વળી અપંગ માનવ મંડળમાં સેવાકાર્યનો પ્રયત્ન કર્યો. પરંતુ કંઈ ગોઠવાયું નહિ. વળી હવે તેનાં લગ્ન માટે પણ ગોઠવવાનું હતું.
લગભગ ૧૯૬૬થી શ્રી દીદીના સમાગમમાં આવ્યા પછી વર્ષમાં બે-ત્રણવાર હું આબુ નિવૃત્તિ માટે જતી. ત્યારે રમોના ઘરને સંભાળે તેવી થઈ હતી. દક્ષા હજી કુંવારી હતી. બંને બહેનોની જેમ પ્રેમથી રહેતાં. વળી મિત્રમંડળ પણ હતું.
' હવે દક્ષાનાં લગ્ન કરવાનું કાર્ય બાકી હતું. તે સમયના હાઈકોર્ટના જજસાહેબ શ્રી જયંતિલાલ મહેતા જે સત્યપરાયણ અને સાત્ત્વિક પ્રકૃતિના હતા. તેમનો એક પુત્ર નિરંજન જે પોતે હાઈકોર્ટમાં પ્રેકિટસ કરતા હતા. દક્ષા લગભગ ચોવીસ વર્ષની થઈ હતી. તેનાં સગપણ નિરંજન સાથે નક્કી થયાં. અને તરત જ લગ્નની તિથિ પણ નક્કી કરી. લગ્ન પહેલાં એક દુર્ઘટના બની ગઈ તેનો સહેજ ઉલ્લેખ કરું છું. એક નાજુક ઘટના :
પ્રસંગે આપણી મનોવૃત્તિના સંસ્કારો પ્રગટ થાય ત્યારે સમજાય છે કે ગુણોની ઊંચાઈએ પહોંચવા કેવું મનોબળ જોઈએ છે !
૧૯૬૮માં દક્ષાનાં લગ્ન થવાનાં હતાં. પ્રસંગે પહેરવા ઘરમાં દાગીના રાખ્યા હતા. આમ તો એ બધું રમોના પાસે રહેતું. પણ દક્ષા સાસરે જતાં-આવતાં પહેરતી તેથી કેટલાક દાગીના દક્ષાના કબાટમાં હતા. તે સમયે રાખેલો નોકર કામમાં કુશળ અને નમ્ર હતો. અમે વિશ્વાસ રાખતા. એ કામ કરતા કબાટ ખોલવા વિગેરે જોતો હશે. દક્ષા કબાટની ચાવી સાથે ન રાખતી. અમુક જગાએ મૂકતી, તે જોઈ ગયો હશે.
તે દિવસે નણંદ-ભાણિયા વિગેરેને જમવા બોલાવ્યાં હતાં. અમે સૌ નીચે કામમાં હતાં. લગભગ અગ્યાર વાગે કામ માટે નોકરને બોલાવ્યો, પણ તે ઘરમાં જ ન હતો. બે કલાક થયા દેખાયો નહિ. આથી અતુલને અમસ્તો જ વિચાર આવ્યો કે દાગીના કબાટમાં મૂક્યા છે તેની ચાવી ઠેકાણે છે ને ?
રમોનાએ જોયું એની ચાવી એની પાસે હતી. દક્ષા ઉપર ગઈ. વિભાગ-૭
મારી મંગલયાત્રા
૧૭ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org