________________
કૌટુમ્બિક કાર્યો : અતુલનાં લગ્ન
આપણે ૧૯૭૯ સુધી પહોંચ્યાં હતાં. હવે પુનઃ ૧૯૬૩માં પાછાં જઈએ છીએ. મુંબઈથી અમદાવાદ સ્થળાંતર થયું હતું. અતુલનો અભ્યાસ પૂરો થયો હતો. અમારા કર્મગ્રંથના અભ્યાસના સાથીમિત્રો અમદાવાદ આવી સ્થાયી થયા હતા. અતુલ તેમના ઘરે વારંવાર જતો હતો. ત્યાં તેમના મોટાભાઈની દીકરી રમોના સાથે પરિચય થયો. સગપણ નક્કી કર્યું અને ૧૯૬રમાં તેમનાં લગ્ન લેવાયાં. અતુલ પોતે શોખીન હતો. હવે સ્વતંત્ર રીતે બધું કરતો હતો. એટલે લગ્નનું ઘણુંખરું કામ તે જ પતાવતો.
મારી પોતાની તે ક્ષેત્રે રસરુચિ ઓછી એટલે કુશળતા પણ ઓછી. આથી શારદાબહેન અને નાનુભાઈ (નણંદ-નણંદોઈ) બન્નેએ ઘણીખરી વ્યવહારિક જવાબદારી ઉપાડી હતી. તેઓ દંપતી મારા નાનામોટા વ્યવહારિક કામમાં ખૂબ સભાવથી સહકાર આપતાં. એટલે હું નિશ્ચિત રહેતી. કારણ કે તેઓ આવા સર્વ કામમાં કુશળ હતાં. વળી આવા પ્રસંગોમાં કોઈને કંઈ મનદુઃખ થાય તે પણ બધું ઊકલી જતું. કૌટુમ્બિક ક્ષેત્રે અગાઉ જણાવ્યું તેવી તકલીફ હવે રહી ન હતી. તેથી સૌએ પ્રેમથી લગ્નપ્રસંગમાં હાજર રહી શુભેચ્છાઓ આપી હતી. સામે પક્ષે જૈનકુળ, ગર્ભશ્રીમંત અને પ્રતિષ્ઠિત કુટુંબ હતું. એટલે બન્ને પક્ષે લગ્નોત્સવ આનંદથી ઊજવાયો.
સવિશેષ ત્યારે હું સામાજિક ક્ષેત્રે ઘણી પ્રતિષ્ઠા ધરાવતી હતી, એટલે માનનીય ગવર્નરશ્રી, માનનીય મુખ્યમંત્રીશ્રી તથા અન્ય હોદ્દેદારો અને સામાજિક કાર્યકરો શ્રી સરલાદેવી, શ્રી ઈન્દુમતિબહેન શેઠ વિગેરેએ હાજરી આપી હતી. તે સમયમાં તેનું પણ ગૌરવ હતું. ફોટોગ્રાફર તેવા પ્રસંગોમાં કેમેરાની ચાંપ અવશ્ય દબાવી દેતા અને ફોટા પાડતા, તે સમયે કંઈક ગમતું. મા હતી એટલે સંતાનનાં લગ્ન નિર્વિને થાય, ઉમંગથી થાય તેવી લાગણી રહે. પણ અંતરમાં પેલો જખમ હતો ને તે પાછો આ પ્રસંગે ખૂલ્યો. આમ તો એ સંયોગના વિયોગને ચૌદ વર્ષ થયાં હતાં એટલે ઘણી સ્વસ્થ હતી. મનને વાળી લીધું હતું.
અતુલ ઘરમાંથી વરઘોડે જવા નીકળ્યો અને પપ્પાજીના ફોટાને વંદન કરવા ગયો. તે ખૂબ રડી પડ્યો ત્યારે મારી પણ હિંમત છૂટી ગઈ. તે દિવસોમાં મન પર ઘણું દબાણ રાખ્યું હતું. સૌને હું ખૂબ સ્વસ્થ વિભાગ-૭
મારી મંગલયાત્રા For Private & Personal Use Only
(
૧૭૦
Jain Education International
www.jainelibrary.org