________________
શાળા” એમ નામકરણ કર્યું છે. આજે સૌનો સદ્ભાવ એ જ અમારી મૂડી છે. વળી સંસ્થાની આર્થિક સધ્ધરતા પણ સ્થિર થતી જાય છે. બાળકોના સર્વાગી વિકાસના ધ્યેયથી સૌ સદૂભાવથી કાર્ય કરી રહ્યા છે.
હાલના ટ્રસ્ટીજનોની આદરભરી ભાવના હતી કે સંસ્થામાં મારી સેવાઓ અને દાનના સ્વીકાર સાથે એક પ્રતિકૃતિ (બાવલું) મુકાય. તેમની આ ભાવના માટે મેં તેમનો આભાર માની શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ચિત્રપટ પ્રાર્થના ખંડમાં મૂકવા મોકલી આપ્યું. જોકે માધ્યમિક શાળા સાથે મારું નામ જોડ્યું છે. પૂ. પંડિતજીની શીખનું આ પરિણામ હતું કે મનમાં માનના ભાવ ઊપજતા નહિ. આમ પચીસ વર્ષ અપંગોના સેવાકાર્યમાં નિમિત્ત થવાનું બન્યું. તે સંતોષજનક હતું.
સંસ્થાની પ્રારંભની પ્રવૃત્તિના સમયે ડૉ. હસમુખભાઈની માનદ્ સેવા પ્રશંસનીય હતી. વળી ડૉ. મણિભાઈ દેસાઈ જેઓ વા.સા. હૉસ્પિટલમાં કાર્ય કરતા હતા તેઓ આ પ્રવૃત્તિમાં ખૂબ પ્રેરણા આપતા.
કનુભાઈએ તો સંસ્થાને જીવન અર્પણ કર્યું હતું. તેઓ નિવૃત થઈ સંસ્થામાં પૂરો સમય કામ કરવાની ભાવના રાખતા હતા. તેમની આ ભાવના સાકાર થાય તે પહેલાં તેઓ સંસ્થાના કાર્યાલયમાં કામ કરતાં કરતાં ખુરશી પર હૃદયરોગના હુમલાથી અવસાન પામ્યા હતા. સંસ્થાના કાર્યકરો અને બાળકોની શ્રદ્ધાંજલિ સાથે તેઓ ચિરવિદાય થયા.
વિકસતા વિજ્ઞાન અને શિક્ષણ પ્રમાણે સંસ્થાના કાર્યકરો ભાવના અને પરિશ્રમ દ્વારા અમારા પ્રારંભ કરેલા કાર્યને વિકસાવી રહ્યા છે. એક વિશાળ વડલા જેવી આ સંસ્થામાં કયાંયે ખૂણે પડેલા અપંગોનું જીવન વિકાસ પામી રહ્યું છે તેનો સૌને સંતોષ છે. મારા જીવન દરમ્યાન જે આ સેવાકાર્ય થયું તેનો મને સંતોષ છે. મારી પ્રાર્થના છે કે અપંગ બાળકો તથા સૌનું કલ્યાણ હો. મુંબઈના નિવાસને છેલ્લી સલામ :
અગાઉ મુંબઈમાં પસાર કરેલા સુખદ અને દુ:ખદ પ્રસંગોથી આપણે પરિચિત છીએ. ૧૯૪૮માં ઘણાં અરમાનથી સજાવેલું મકાન ખાલી કરી ૧૯૫૬માં અમે અમદાવાદ સ્થાયી થયા. પરંતુ હજી મકાનની વેચવાની કાર્યવાહી બાકી હતી. મારી શક્તિ-બુદ્ધિ નહિ. મુંબઈમાં કંઈ સથવારો નહિ. કોઈ માણસ વ્યવસ્થા સંભાળે તેવું બન્યું નહિ. તેથી આખરે તે વેચી દેવું તેમ નક્કી કર્યું. મૂળમાં મને હવે આ વૈભવ પ્રત્યે કોઈ લગાવ ન હતો. વળી અમદાવાદ માં જે હતું તે ઘણું હતું. પાંચ રૂમના બે બ્લોક. વિભાગ-૭
૧૬૮
મારી મંગલયાત્રા For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org