________________
આમ પતરાના શેડ (ઓવનમાંથી) અમે મોટા ઓરડામાં કાર્ય કરતા થયા. સૌનો સહકાર મળી રહેતો. અપંગો ઉત્સાહથી કામ કરતા. તેમનું નિર્વાહ થઈ જતો. સમાજ કલ્યાણ સંઘને કારણે મારે પણ સરકારી ખાતા સાથે સારો પરિચય હતો. આથી અમારા કાર્યને કામ અને ગ્રાંટ વિગેરેથી ઘણો વેગ મળ્યો.
વળી અમારા સત્સંગી મિત્ર કલ્યાણભાઈ ત્રિકમલાલ પણ આ સંસ્થામાં જોડાયા. પછી તો ઘણી પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ આ સંસ્થામાં પ્રદાન આપ્યું. દરેક સભ્યો તન, મન અને ધનથી પણ સહાય કરતા. સૌનું લક્ષ્ય એક જ હતું. અપંગ બાળકોને સુંદર જીવન જીવવાની તકો પૂરી પાડવી.
ત્યાર પછી લગભગ ૧૯૭૦માં અમને વસ્ત્રાપરની હદમાં સરકારી ખાતા તરફથી એક તલાવડી થોડી જગા સાથે માફીથી મળી. નજીકમાં જગા મેળવવા અને પાંચ વરસથી ઘણી ઓફિસોમાં આંટા લગાવતા, છેવટે તલાવડીવાળી જગા મળી. તે જગા બતાવવા કમિશનરશ્રી કાંટાવાળા મને લઈ ગયાં.
તલાવડીનો મોટો ખાડો જોઈને મારી આંખો સજળ થઈ ગઈ. તેઓ કહે બહેન, આ જગા રૂપિયા એકથી તમને આપવામાં આવે છે. તમે બેત્રણ વરસ રાખો. પછી ન જોઈએ તો પાછી સોંપજો. તેઓ અનુભવી અને દીર્ધદષ્ટિવાળા હતા. ખરેખર આજે એ જગા લાખોના મૂલ્યની થઈ છે.
વસ્ત્રાપુરની તલાવડી મળી તે રાત્રે મને ઘણા વિકલ્પો ઊઠ્યા. તેની સાથે એક વિકલ્પ ઊઠ્યો કે સાચો સેવાભાવી પાયામાં પુરાય.” અને મને થયું કે હું અતુલને વાત કરું કે આ ખાડો આપણે પુરાવીએ. તેણે તરત જ સંમતિ આપી. ૧૯૭૦ માં આ ખાડો પૂરવાના ૨૫ હજારનું ખર્ચ થયું. જમીન સમતળ થઈ એટલે તેના પર એક મોટો શેડ બાંધી કામકાજ શરૂ કર્યું, જેમાં કેવળ ઉદ્યોગની તાલીમ અને અપંગોનું સ્વાવલંબન થતું. તે કામો અમને સરકારી ખાતામાંથી મળતાં.
એક નિશ્ચિત સ્થાન મળ્યું એટલે અમારું વિચારબળ વિકસિત થયું. અમે સમાજ કલ્યાણ સેન્ટ્રલ બોર્ડમાં અરજી કરી. બોર્ડ અમને તાત્કાલિક બધી યંત્રસામગ્રી આપી. પછી મકાનના પ્લાન કર્યા. તેમાં સંસ્થાના સભ્યો, ટ્રસ્ટીઓ, સેન્ટ્રલ બોર્ડ અને જનતાની સહાયથી પંદર ઓરડાનું મકાન બાંધ્યું. જેમાં વર્કશોપ, અપંગનું સારવાર કેન્દ્ર અને પ્રાથમિક શાળા શરૂ કર્યા. ત્યારે અમદાવાદમાં આ એક જ સંસ્થા હતી. જયાં વિવિધ પ્રવૃત્તિઓ ચાલતી. વિભાગ-૭
મારી મંગલયાત્રા
૧૬૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org