________________
કારણે તેમણે અન્ય અપંગોની સહાયતા માટે આરોગ્ય સમિતિ, પ્રીતમનગરની સંસ્થામાં બેસી અપંગોની સેવા માટે નોંધણી શરૂ કરી.
તે દરમ્યાન તેમણે મારું નામ સાંભળી મને તેમના કાર્યમાં સાથ આપવા વિનંતી કરી. મને માનવસેવામાં રુચિ હતી. આથી મેં તરત જ તેમની વાતને વધાવી લીધી. એકાદ માસ તેમની સાથે ચર્ચાવિચારણા કરી. મેં કહ્યું કે કામ કરવું હોય તો આપણી પાસે કંઈ સાધન જોઈએ. કેવળ નોંધણીથી કામ ન થાય. આ વિચાર મેં અ.જિ. પંચાયતના પ્રમુખ જેમનો મને સંઘમાં ઘણો સથવારો હતો, તેમને વાત કરી તેઓએ વા.સા. હૉસ્પિટલ સામે રેવાબાઈની ધર્મશાળામાં અમને પતરાના છાપરાવાળો નાનો એક ઓરડો બાંધી આપ્યો. અમે તેમાં કામ શરૂ કર્યું. અપંગોનું કાર્ય કરવાનું કંઈક મુશ્કેલ હતું :
અ.જિ.સા.ક.સંઘમાં જેમ ઘરેથી રકમ અને સાધન લઈને કામ શરૂ કર્યું હતું તેમ અપંગ માનવ મંડળમાં પણ સૌ પ્રથમ ઘરેથી થોડાં સાધન લઈ ગઈ. છાપામાં જાહેરાત આપી કે અપંગોની સહાયતા માટે કામનો પ્રારંભ કર્યો છે. તો અપંગોએ જાતે આવીને મળી જવું. પ્રથમ દિવસે ત્રણ અપંગ ભાઈઓ આવ્યા. એકને પગ નહોતા, બીજાને બેસવાની ખોડ હતી, ત્રીજો મંદબુદ્ધિ હતો. અમે તેમની મુલાકાત તો લીધી પણ શું જવાબ આપીએ? અમને અનુભવ નહિ. વળી ત્રણેની ખાસિયત, ખોડ પણ અલગ પ્રકારની. એ દિવસે મારો ઉત્સાહ ઓગળી ગયો.
છતાં એમ કરતાં બીજા બે-ત્રણ અપંગો આવ્યા. અને સિલાઈ કામ શરૂ કરાવ્યું. વળી ફાઈલો બનાવવા જેવું કામ શરૂ કર્યું. અતિ મંદગતિએ કામ થતું. અમે તેમને ૧૯૬૦માં રોજના દસ રૂપિયા આપતા.
એક દિવસ બસ સ્ટેન્ડે ઊભી હતી ત્યાં ત્રણ અપંગ ભિખારી ભીખ માંગતા હતા. તેમને બીજે દિવસે સંસ્થામાં બોલાવ્યા. એ ત્રણમાંથી બે તો બીજી વાર આવ્યા જ નહિ, કારણ કે તેમને ભીખમાં રોજના વીસ રૂપિયા જેવું મળતું હતું. અમે રોજના દસ રૂપિયા આપતા. આથી એક જ ભિખારી રહ્યો. ત્યાર પછી અપંગ ભાઈ-બહેનો આવતાં થયાં. સંખ્યા ૨૫ ઉપર થઈ. અમારી સંસ્થાના પ્રમુખ શ્રી જયકૃષ્ણભાઈએ અમને વા.સા. હૉસ્પિટલમાં મોટા બે ઓરડા અપાવ્યા. સરકારી ખાતાનું સિલાઈ કામ અને ફાઈલોનું કામ અમને મળતું થયું. અને અપંગોને રોજી મળતી ગઈ. વળી ડૉ. હસમુખ શાહ પણ આ કાર્યમાં સહાયક હતા.
મારી મંગલયાત્રા
૧૬૩
વિભાગ-૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org