________________
વળી સેન્ટ્રલ બોર્ડનો સુંદર સહકાર મળવાથી બાળકોને સાત્ત્વિક નાસ્તાનું સુંદર આયોજન થતું. ગ્રામજનોનો સુંદર સહકાર હતો.
હું તો ૧૯૮૪૮૫થી આ પ્રવૃત્તિથી નિવૃત્ત થઈ ત્યારે શૂન્યમાંથી થયેલું સર્જન સંતોષજનક અને આનંદદાયક હતું. સંસ્થાની આર્થિક સદ્ધરતા થઈ હતી. હવે કોઈ વાર દર્શનાર્થે તે માર્ગે જાઉં ત્યારે ગામનો દેખાવ એવો પરિવર્તન પામ્યો છે કે મને આશ્ચર્ય થાય કે આ એ જ ગામ છે ! ત્યાં કાદવ-કીચડ જોવા મળતાં કેટલાંક ગામો હાઈવે પર આવી ગયાં છે. પાકા રસ્તા, પાકા મકાન, ફેક્ટરીઓ જેવા ધંધાનો વિકાસ થયો તેમ તેમ ગામજનતાનો પણ અમુક અંશે વિકાસ થયો છે.
- ત્રીસેક વર્ષ આ કાર્ય કરી અંતર ધ્વનિના આધારે હું તો નિવૃત્ત થઈ. પરંતુ રમાબહેન વિગેરે આ પ્રવૃત્તિને સારી રીતે નિભાવી રહ્યાં છે. એ સૌની “દુવા” મારી સાથે છે. મારી શુભભાવના તેમની સાથે છે. કાર્યની ફલશ્રુતિ :
વાસ્તવમાં ૧૯૫૮માં સામાજિક કાર્યનો પ્રારંભ કર્યો ત્યારે જેમ એક દરિદ્રી કુટુંબના જીવનની શરૂઆત હોય તેવું હતું. પરંતુ સૌના સહકારથી કાર્ય વિકસ્યું. રૂ. ૧૦૦/- ના ફંડ માટે મિલમાલિકો પાસે જતાં, ફંડફાળો કરતાં. મે માસની ગરમીમાં ગામડાંમાં જીપમાં ફરતાં, વરસાદ પડી ગયા પછી કાદવ ખૂંદીને ગામોમાં ફરતાં. નદીના વહેળામાં પાણી આવે ત્યારે જીપ ફસાઈ જતી, ત્યારે બળદ બોલાવી બહાર કઢાવતા. હવે ગામેગામ રસ્તા પાકા થયા છે, અન્ય સગવડો પણ થઈ છે. સંસ્થાની સંપન્નતા વધી છે અને ક્ષેત્રનો વિકાસ થયો છે. ગ્રામવિસ્તારમાં પ્રતિષ્ઠા પણ વૃદ્ધિ પામી હતી.
મારે હવે રાજકારણમાં જવું તેવી સૌ સલાહ આપતાં. વળી ધારાસભાની બેઠક માટે મને તક હતી. પ્રથમ નજરે પણ આ બેઠકની લાલચ થાય એવું મને ન હતું. તેનું મુખ્ય કારણ પૂ. પંડિતજીની શીખ અને આજ્ઞા હતી. વળી રાજખટપટના અટપટા કાવાદાવામાં મારું સાહસ પણ નહિ. પરંતુ જિ. પં. પ્રમુખે જ્યારે ધારાસભામાં જવાનું સ્વીકાર્યું ત્યારે અમારા ક્ષેત્રમાંથી તેમને કંઈક સહાયક થઈ હતી. તે ફક્ત તેમના ઋણને કારણે. આથી મુ. મોરારજીભાઈ દેસાઈ કહેતા : ખેતી કરીને ખેતરનો પાક બીજાને આપે છે ? અર્થાતુ કેટલો શ્રમ કરી ગ્રામવિસ્તારમાં શિક્ષણ વિગેરેનું કાર્ય કર્યું, અને જ્યારે આવું પદ મળે છે ત્યારે તમે લેતાં નથી ? ત્યારે હું હસી લેતી. તેમને કંઈ કહેવા જેવું લાગતું નહિ. વિભાગ-૭
મારી મંગલયાત્રા
૧૬૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org