________________
બાળમેળો કરતાં. અમદાવાદની ચારેબાજુનો સો માઈલનો વિસ્તાર હતો. સરપંચો સહકાર આપી બાળકો માટે વાહનની વ્યવસ્થા કરી મોકલતા. આ બાળકો માટે અમે વિશાળ જગ્યા માટે શાળાના મકાનમાં આયોજન કરતા લગભગ બે-ત્રણ હજાર જેટલાં બાળકો આવતાં દરેકની મંડળી નાટક જેવા કાર્યક્રમો રજૂ કરતી. દરેકને નામ-ગામનો બિલ્લો અલગઅલગ રંગનો લગાવવામાં આવતો, નહિ તો જો બાળકોને ઓળખવામાં ભૂલ થાય તો બાળક એક ગામને બદલે બીજે ગામ પહોંચી જાય અને મોટી મુશ્કેલી ઊભી થાય. વળી આ બાળકોએ છૂટા ચાલવાનું નહિ. એક-બીજાનું કપડું પકડીને છૂક છૂક ગાડી કરીને ચાલવાનું. - નવા નવા કાર્યક્રમો યોજાય. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મુખ્યપ્રધાન અને મોટા હોદ્દેદારો આવે. મોટી સભા થાય. હવે તો ભાષણ કરતાં આવડી ગયું હતું. વળી પ્રસંગે છાપાંમાં નામ આવે, ફોટા આવે, પ્રસિદ્ધ થાય. ગ્રામજનો ખૂબ આદર આપે. શિક્ષિકા બહેનો તો “મા” ગણે.
સંસ્થાનો લાખોનો વહીવટ પણ સરળતાથી ચાલે. ક્યારેક મુશ્કેલી થતી, છતાં બધું પાર પડી જતું. સમિતિમાં સૌ આદર રાખતા. એટલે એ કાર્ય મારે માટે કેવળ માનવતાનું કે પરોપકારનું, પણ રાજકારણની કોઈ અસર ન હતી. તે ખાતાંઓ જ કાર્યની સુવ્યવસ્થા જોઈ યોગ્ય સહાય કરતા. સેન્ટ્રલ અને સ્ટેટ સમાજ કલ્યાણ બોર્ડમાંથી સરકારી સહાય તથા ગ્રામ પંચાયતની સહાયથી સંસ્થાની સધ્ધરતા અને સંપન્નતા વૃદ્ધિ પામી હતી. ગાંધીનગર જિલ્લા સમાજ કલ્યાણ સંઘ :
વળી ગુજરાત રાજ્યની અલગ સ્થાપના થઈ. ત્યારે ગાંધીનગર પાટનગર તરીકે અસ્તિત્વમાં આવ્યું. અને જિલ્લા તરીકે તેનાં ગામોનું અલગ સ્થાન ઊભું થયું. આ કારણે ગ્રાંટનું માળખું બદલાયું. એટલે અમે ગાંધીનગર જિલ્લા સમાજ કલ્યાણ સંઘની સ્થાપના કરી. કાર્યાલય તો એક જ હતું.
આમ અમદાવાદ અને ગાંધીનગરના ગ્રામવિસ્તારમાં સો માઈલ સુધી વિસ્તરેલાં ત્રણસો જેવાં ગામોમાં કાર્યના વ્યવસ્થિત સંચાલન માટે અમે દરેક કેન્દ્ર પર છાપેલા સાહિત્ય એક જ પદ્ધતિથી દરેક શિક્ષિકાને આપતાં, જેમાં દરેક મહિનાની પાંચ તારીખ સુધીમાં તેઓ સુલેખ હેવાલહિસાબ મોકલતાં. તે દરેક બહેનોને દર માસે પગાર અને ખર્ચની રકમ સમયસર મળે તે માટે કાર્યાલયે તેની વ્યવસ્થા નિયમિત જળવાતી. તેના વિભાગ-૭
૧૫૮
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org