________________
દુષ્ટ પરિણામ સ્ત્રીએ જ ભોગવવું પડે છે.
સ્ત્રી-પુરુષનું યૌવન કેવળ ભોગ માટે નથી તે બંને પક્ષે સમજવું જરૂરી છે. સવિશેષ સ્ત્રીઓએ મનોબળ કેળવીને પણ પુરુષના દુષ્ટભાવને આધીન ન થવું જોઈએ.
સામાજિક, કૌટુમ્બિક કે ધાર્મિક ક્ષેત્રે પણ કામજનિત વૃત્તિથી, વિજાતીય સંબંધોથી સ્ત્રી-પુરુષ બંને દુરાચાર સેવે છે. પરિણામે સ્ત્રીને તેનું પરિણામ ભોગવવું પડે છે.
ગ્રામ-વિસ્તારનાં અમારાં કામોમાં આ જોખમ છે, હતું અને રહેવાનું. સાગરમાં માછલાં અન્યોન્ય અથડાય છતાં જળમાં પોતાનો માર્ગ કરી લે છે, તેમ સ્ત્રીઓએ સ્વબળે માર્ગ કરવો રહ્યો. વળી હવે તો સ્ત્રીઓને રક્ષણ આપતી સંસ્થાઓનો વિકાસ થવાથી સ્ત્રીઓ માટે મુશ્કેલીમાં માર્ગ મળી રહે છે.
આ ક્ષેત્રે મહદ્અંશે પુરુષવર્ગ સાથે કામ કરવાનું, પુરુષોની વિચિત્ર પ્રકૃતિઓને જાણીને, ચેતીને, ચાલવાનું. વળી મારી સાથે કામ કરનાર બહેનો લગભગ યુવાન જ હોય. તેમને એકાકી ગામડામાં બાલમંદિર ચલાવવા મોકલવાના, પુરુષોને વારંવાર મળવાનું, તેમની કામુક્તાથી બચવા સાવધ રહેવાનું. તેમાં આ બહેનોને ઘણું સત્ત્વ સાચવવું પડતું. યદ્યપિ બે-પાંચ પ્રસંગો જતા કરીએ તો એમ કહેવું પડે કે ગામે ગામે સજ્જનતાનો સારો સહકાર મળતો. વળી આ બહેનો પણ ગામમાં અનુકુળ થઈને રહેતી. માનવ પોતે જ અપૂર્ણ છે એટલે સો ટકા અપેક્ષા કેવી રીતે રખાય ? છતાં આજે સેંકડો બહેનોને સ્વાવલંબન મળ્યું અને હજારો બાળકોને બાળવયમાં સંસ્કારનું શિક્ષણ મળ્યું. આ કામમાં બહેનોને જ્યારે મુશ્કેલીઓ પડતી ત્યારે અમારા કર્મચારીઓ તેમને સાથ આપી સમાધાન કરી લેતા. મંદાબહેન પોતે સત્વશાળી હતા. સૌને સમજ આપતા.
અમારા વખતમાં ગાંધીજીના જીવનસંદેશના આદર્શની અસર હતી એટલે માનસેવા આપવાની ભાવનાવાળાં ભાઈબહેનો આ ક્ષેત્રમાં સુંદર કામગીરી બજાવતાં. આજે એ ભાવનાઓ ટકી છે પરંતુ વિચારોનું અને આદર્શોનું વહેણ કંઈક બદલાયું છે. માન, ધન કે સત્તાના લોભે લોકોને આકર્ષિત કર્યો છે. છતાંય ગાંધીજીના આદર્શોની પરંપરા જળવાઈ રહી છે અને આજે પણ માનવસેવાનાં કાર્યો વિકસતા જાય છે. બાળપ્રવૃત્તિને વેગ :
વર્ષે એક વાર બાલવાડીનાં બાળકો જેનું છેલ્લું વર્ષ હોય તેમનો મારી મંગલયાત્રા ૧૫૭
વિભાગ-૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org