________________
બહેન ઉંમર ૨૮ વર્ષની, ચાર બાળકો મૂકીને ભણવા આવેલી. આવકનું કોઈ સાધન નહિ. એક બાળક મોસાળ, બે બાળકો સાસુ પાસે, ચોથું બાળક બહેનને ત્યાં. વિચાર કરીએ તો તેનું મન ભણવામાં કેવી રીતે લાગે ? કોઈ વાર બાળકો યાદ આવે અને રડે. વળી તેના જેવી જ દુઃખિયારી બહેનોને જોઈ આશ્વાસન મેળવે. તેણે બે વર્ષ ભણવાનાં પુરાં કર્યા બાળકોને લઈ ગામડે ગઈ. કામે લાગી પગાર મેળવી કંઈક હાશ અનુભવી.
બીજી બહેનને પતિએ બાળવા પ્રયત્ન કરેલો, બચી ગયેલી, તે પણ ભણી અને કામે લાગી; આનંદથી સ્વાવલંબનથી જીવતી થઈ.
એક બહેન પોતાની બહેનની સુવાવડ કરવા ગયેલી, બનેવીની લાલચનો ભોગ બની. કુંવારી માતા થઈ બાળકને આશ્રમમાં મૂક્યું. તે ભણીને કામે લાગી.
વળી કોઈ થોડી સંપન્નતાવાળા પણ બાળકોના શિક્ષણને પહોંચી વળવા, ભણીને નોકરીએ લાગે.
એક બહેન રૂપાળી, કુશળ અને ચંચળ. પતિ શાંત એટલે ફાવે નહિ. જ્યાં ત્યાં ફરે. તેને નોકરી આપી કે મન શાંત થશે એટલે ગોઠવાશે. પણ તે કોઈ પુરુષની સોબતે ચઢી ગઈ. તેને એક બાળકી થઈ.
પુરુષનો મોહ છૂટી ગયો. ઘણા ઝઘડા થતા. તે તેને જૂનાગઢ જંગલમાં લઈ ગયો અને તેના બાળકને તથા બાઈને મારી નાંખી.
એક વાર એક બહેન ઘરે મળવા આવી. તેનું મુખ દર્દથી ભરેલું હતું.
કેમ આવી છું ?
“મને સાસરે દુઃખ છે. પતિ મારે છે, તેને સાસુ સાથ આપે છે. ત્રણેક વર્ષનો દીકરો છે તેને મૂકીને નોકરી માટે આવી છું. મારાં માતાપિતા અત્યંત ગરીબ છે. ત્યાં જઈને શું કરું? સાસરેથી કહ્યા વગર આવી છું. પાછી જાઉં તો મારશે.”
તે દિવસે રવિવાર હતો, મેં કહ્યું ક્યાં રહે છે, ““ધોળકા ગામ સાસરું છે.” આજે તો રવિવાર છે, કાર્યાલય બંધ છે. તું કાલે કાર્યાલયે આવજે કયા ગામે તને નોકરી મૂકવી તે મને ખબર નથી. અને કાગળો તૈયાર કરવાં પડે તેથી તું કાલે મને કાર્યાલયે મળજે.
તે સાંભળી તે થોડકી ક્ષણો વિચારમાં પડી, ક્યાં જાઉં ?
મેં તેને કહ્યું કે તું આજે અહીં રહી જા. એમ કહી તેને કંઈ ખાવાનું મારી મંગલયાત્રા
વિભાગ-૭
૧૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org