________________
ગ્રામવિસ્તારમાં મૂક સેવક તરીકે કાર્ય કરી એ જ ભાવનામાં ગાંધીનગરના કોઈ કાર્યાલયમાં હૃદયરોગના હુમલો થતાં થોડા સમયમાં દેહનો ત્યાગ કર્યો. તેમનો સાથ-સહકાર આજે પણ મારી સ્મૃતિમાં અંકિત છે. ગ્રામવિસ્તારના ત્યક્તા, વિધવા વિગેરે બહેનોનું શિક્ષણકાર્ય :
અમને મુખ્ય મુશ્કેલી હતી ગામડામાં શિક્ષણની યોગ્યતાવાળી બહેનો મળતી નહિ. તેથી બોર્ડની શિક્ષિકા તાલીમની યોજના લીધી. અમારે તે યોજના ગ્રામવિસ્તારમાં કરવી પડે. તે માટે રમાબહેનના પ્રયત્નથી કઠવાડા ગામ પાસે ત્યાંના કોઈ ઉદ્યોગપતિની ડેરીની ખાલી પડેલી જગ્યા હતી, જેમાં માણસો અને પશુઓ માટેનાં મકાનો હતાં તે અમને માફીથી વાપરવા મળ્યાં. અમે ત્યાં સમારકામ કરી શિક્ષિકા તાલીમ શરૂ કરી.
મોટા ભાગની બહેનો દુઃખી, દરિદ્રિ અને ત્યક્તા હતી. તેમના જીવનની કથનીઓનું એક અલગ પુસ્તક લખ્યું છે. તાલિમાર્થી બહેનો દુખિયારી હતી. તેમના મન અસ્વસ્થ હતા. અમે તેમને ખૂબ પ્રેમથી મોસાળ કે પિયર આવ્યાં હોય તેમ રાખીએ. ત્રણથી ચાર વર્ષે તેઓ પ્રમાણપત્ર સાથે તૈયાર થતાં, અને ગામડાની બાલવાડીમાં શિક્ષિકા તરીકે કામે લાગી જતાં. જીવન સ્વાવલંબી બનતાં, તેમના જીવનમાં ઝળકાટ આવતો. ગ્રામવિસ્તારમાં બાળકોને શિક્ષણ મળતું.
અમદાવાદ જિલ્લા સમાજ કલ્યાણ સંઘની સ્થાપના પછી, કાર્યનો વેગ વધ્યો. હવે લોકસંપર્ક પણ ઘણો રહેતો, એટલે કાર્યાલયના મકાન માટે આયોજન કર્યું. સૌ પ્રથમ મેં રૂ. ૧૫,૦૦૦-૦૦ આપ્યા. જેમાં, જિલ્લા પંચાયતની સહાય અને ફાળો ભેગાં કરી ભદ્રમાં જિલ્લા પંચાયત દ્વારા મળેલી જગામાં જ ત્રણ માળનું મકાન બાંધ્યું.
૧૯૫૮માં ગામડાંમાં ખાસ સમજણ આપી બાળમંદિર ચાલુ કરાવવા પડતાં હતાં. પણ એ બાળમંદિરો દ્વારા જિલ્લામાં ચારે બાજુ અમારી સંસ્થાની પ્રસિદ્ધિ થઈ એટલે હવે ગ્રામ પંચાયતો પોતે જ બાલવાડી માટે માંગણી કરતી. આમ બીજાં દસ વર્ષમાં સોનો આંકડો બેવડો થયો. આ કાર્યમાં ચીનુભાઈ તથા જિલ્લા પંચાયતના પ્રમુખ વડીલની જેમ સાથ આપતા. વળી સાણંદવાળાં મણિબહેન પટેલ તો ગામડે ગામડે ફરવામાં ખુબ સાથ આપતાં. ગ્રામસેવાકાર્યમાં તેઓ કુશળ હતાં. બહેનોની આપવીતી ઘટનાઓ :
જેમાં બધા પ્રસંગો આલેખ્યા છે તે પુસ્તકનું નામ હતું “નારીજીવનના તડકા ને છાયા.” અહીં એકાદ-બે દાખલો આપું. એક વિધવા વિભાગ-૭
૧૫૪
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org