________________
આપ્યું.
થોડી વાર પછી તે ઊઠી, કહે હું કાલે કાર્યાલયે આવીશ. તેના ભાવિમાં કંઈ જુદું જ લખ્યું હશે ?
ત્રણ દિવસ પછી સમાચાર આવ્યા કે તે બહેનને સાસુ અને પતિએ મારી નાંખી છે. તપાસ કરાવી તો ગામમાંથી જાણવા મળ્યું કે કંઈ થઈ શકે તેમ નથી.
અનુમાન કરતાં એમ લાગ્યું કે તેણે વિચાર કર્યો હશે કે બાળક મૂકીને આવી છું, કાલે નોકરી મળશે એટલે સાથે રાખી શકીશ. તેથી બાળકને લેવા ગઈ હશે.
બે દિવસથી કહ્યા વગર નીકળેલી તેથી પતિએ ક્રોધે ભરાઈને મારી નાખવા પ્રયત્ન કર્યો હશે. સાસુએ સાથ આપ્યો હશે. આમ બિચારીનું જીવન ટૂંકાઈ ગયું.
આવા પ્રસંગો કોઈ બહેનોના જીવનમાં બનતા ત્યારે લાગતું કે આવી સ્ત્રી-વિકાસની સંસ્થાઓ આ બહેનોને માટે માતૃગૃહ જેવી હોય છે જે તેમને સ્વમાનભેર જીવતા શીખવાની તક આપે છે.
દુઃખિયારી, સમાજથી કુટુંબની તરછોડાયેલી બહેનોને અમારા કર્મચારીઓ સાથ આપતા. અમે પ્રેમથી આવકારતા. છતાં તેઓની ભૂલો થતી ત્યારે તેમને યોગ્ય શિક્ષા પણ મળતી. છતાં એકંદરે ઊંડાણના સો માઈલના વિસ્તારમાં પથરાયેલા કામનો સારો વિકાસ થયાનો સંતોષ છે.
આમ, આ કામમાં ઘણુંબધું આવું બનતું. પણ એ બહેનોની જરૂરિયાત એવી હતી કે આ કામોનું સાહસ કરવું પડતું. મોટે ભાગે તો ગ્રામજનોના સહકારથી સુખદ પરિણામ જ આવતાં. નવું શિક્ષણ લઈ હસતાં-રમતાં પાછાં પોતાને સ્થળે પહોંચી જતાં, પોતાનું કાર્ય કુશળતાથી કરતાં. આ ક્ષેત્રે સ્ત્રીને જોખમદારી ખરી :
સ્ત્રી પુરુષ માટે ભોગ્ય વસ્તુ છે તેવી પુરુષની માન્યતાથી સ્ત્રીને ઘણું જાગ્રત રહેવું પડે. તેમાં વળી સ્ત્રી એકલી હોય, અસહાય હોય ત્યારે દુર્જન પુરુષ તેનો લાભ ઉઠાવવા પ્રયત્ન કરે. કામુકતાની માઝા મૂકે ત્યારે સ્ત્રી ખરેખર મુશ્કેલીમાં મુકાય. તેમાં જો દુષ્ટ મનુષ્યની નજરે ચડી તો સ્ત્રીને પોતાનું શીલ પાળવું પણ દુર્ઘટ થઈ જાય.
તેમાં સ્ત્રીઓએ પણ પોતાના સત્ત્વને અને શીલને જાળવવાનાં છે. આકર્ષક હાવભાવ, નિર્લજ્જ વસ્ત્રપરિધાન જેવા કારણે પુરુષ સ્ત્રીનો ગેરલાભ ઉઠાવવા ઉત્સુક થાય છે. તેના પરિણામે કુંવારું માતૃત્વ જેવું વિભાગ-૭
મારી મંગલયાત્રા
૧૫૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org