________________
જેમકે ગાડીને બદલે સાઇકલ મળે. દક્ષાને બહુ વાંધો ન આવતો પણ અતુલ તેના પિતાની જેમ શોખીન, સાધનસામગ્રીની વિપુલતા ગમે. એટલે ક્યારેક મનદુઃખ થતું હશે. જો કે ૧૯૬૨થી લગભગ તો તેણે જ ધંધો અને ઘરવ્યવસ્થા સંભાળી લીધાં હતાં. તેથી પોતાની સગવડો પ્રમાણે સામગ્રીઓ વસાવી લેતો. આમ તેની રીતે પોતે રહેતો હતો. એટલે હવે તે અંગે મારી જવાબદારી ગૌણ થઈ હતી. લક્ષ્મીબા પુનઃ બંગલે રહેવા આવ્યાં; સંઘર્ષના અંતનો સંતોષજનક અંત :
મુંબઈના કોર્ટના ચુકાદા પછી લક્ષ્મીબા અમદાવાદ પાછાં આવી, પોતાના બાને ત્યાં રહેવા ગયાં, મારાં ભાઈ-ભાભીને ઘરની તકલીફ હતી, અને બંગલો સચવાય એટલે તેઓ અમારા બંગલામાં રહે તેવી ગોઠવણ કરી હતી.
કોર્ટના ચુકાદા પ્રમાણે લક્ષ્મીબાના ત્રણ ઓરડા ખાલી હતા. છતાં કોઈ નાની સામાન્ય બાબત માટે વળી તેમણે વકીલ દ્વારા કેસ કર્યો. થોડો વખત એમ ચાલ્યું. પણ બધું પત્યું. તેમનાં બાનું અવસાન થવાથી તેઓ બંગલે રહેવા આવ્યાં. આથી મારાં ભાઈ-ભાભીએ બીજે મકાન લીધું. અમે બંને સાસુ-વહુ ઘરમાં પણ સ્વતંત્ર રહેતાં અમારા રસોડા જુદા હતા.
લક્ષ્મીબા રહેવા આવ્યાં પણ તેમની અસલ પેલા મંત્ર માટેની શુદ્ધિ જાળવવી વિગેરે અને બીજાં પણ કારણો સંઘર્ષનાં મળતાં. આમ અમારે લક્ષ્મી અને સરસ્વતીને (મારું મૂળ નામ) કંઈ મેળ પડતો નહિ. પરંતુ યોગાનુયોગ અમારી જે જૂની બાઈ ચાલી ગઈ હતી તે મારી પાસે નોકરી માટે આવી. તેને મેં લક્ષ્મીબા પાસે ગોઠવી દીધી. તેને અમારે માટે લાગણી એટલે તેને કારણે વળી બધું શાંતિથી ચાલ્યું. વળી બાઈને મેં કહેલું કે તમારી રોજની વસ્તુ સિવાય બહારથી કંઈ લાવવું નહિ. આપણા ઘરમાં ઘણું છે. એટલે લઈને વાપરજો. આમ મેળ પડતો ગયો. ભાવ એ જ કે વડીલ સુખેથી રહે. કોઈ સંઘર્ષમાં ન ઊતરે. મને પણ શાંતિ મળે.
પરંતુ લક્ષ્મીબાને હજી પૂરતું મળ્યું ન હતું, તેનો અસંતોષ હતો. તેથી કોઈ વાર કજીયો કરતાં. એક વાર મારો રોષ પણ એવો ભભક્યો કે બરાબર ધમકાવ્યા. ત્યારથી શાંત થઈ ગયાં. ફક્ત બહાર તેમના મિત્રોમાં જયાં જયાં જાય ત્યાં ઘણી ખોટી મારા ચારિત્ર-દૂષણની ઉપજાવેલી વાતો કરી આવે. મારાં કૌટુમ્બિક, ધંધાકીય અને સમાજસેવાનાં કાર્યો એવાં મારી મંગલયાત્રા
વિભાગ-૬
૧૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org