________________
પંચાયતના પ્રમુખ, સૌએ મને સહકાર આપ્યો. એ સંસ્થાઓના દર માસે ગ્રામ વિસ્તારમાં કાર્યક્રમ હોય. તેમાં મને અચૂક સાથે લઈ જાય. એ રીતે મને ઘણું શીખવા મળ્યું. અ.જિ.પંચાયતના પ્રમુખે તે વખતે સો ગામમાં બોરિંગ કરવાનું સૌને વચન આપ્યું હતું. મને પણ કેવું સૂઝયું ! મેં કહ્યું તમે જે જે ગામોમાં બોરિંગ કરો ત્યાં ત્યાં બાલમંદિર માટે પણ કહો. પછી તો મને તે વિષે ભાષણ કરવાનો સમય આપતાં. તે માટે ઘેર ગાંધીજી, વિનોબાજી, રવિશંકરદાદાનું સાહિત્ય વાંચી-ગોખીને જતી અને સંતોષજનક ભાષણ આપતી. પછી અનેકવિધ કાર્યક્રમો ઊજવાતા. રોજે છાપામાં નામ આવે, ફોટા આવે તેથી મારી પ્રસિદ્ધિ પણ થઈ. એટલે કામને વેગ મળ્યો. મને આ બધું ગમતું, ભાવતું અને ફાવતું થઈ ગયું.
મુંબઈથી અમદાવાદ પાછા આવવાનું થયું ત્યારે અગાઉ જણાવ્યું તેમ શારીરિક નબળાઈ હતી. ૧૯૫૮માં અમદાવાદ જિલ્લાનાં ગામડાંઓમાં ફરવાનું, કાર્યકરોનો સહવાસ, કાર્યનો ઉમંગ, સવિશેષ ગામડાંના ચોખ્ખાં ઘી-દૂધનો ખોરાક મળતો તેથી શારીરિક નબળાઈ દૂર થઈ વજન વધવા લાગ્યું. દવાઓ તો સાત દસકા પૂરા થયા ત્યાં સુધી જરૂર ન પડી. ટૂંકમાં પરોપકારની નિઃસ્વાર્થભાવનાનો આનંદ હતો. સેવાકાર્યમાં અંતરની વાત :
એક તો સંપન્ન ઘર, ખાસ શરીર કસાયેલું નહિ, અને ગાંધીજી જેવાનું સીધું સાન્નિધ્ય-બળ નહિ. એટલે અન્ય કાર્યકરો કાર્ય માટે ગમે ત્યાં જઈ ગમે તેવા સંયોગોમાં કામ કરતાં તેમાં મારી મર્યાદા રહેતી. છતાં પણ મારી ભાવના હતી તેથી કાર્ય તો ખૂબ વિકસ્યું. સમાજનું એક નબળું અંગ વિધવા, ત્યકતા, નિરાધાર પરાધીનતાને કારણે, લાચારીને કારણે દુષ્ટ તત્ત્વોનો ભોગ બનતી, તેવી બહેનોને સ્વાવલંબન મળ્યું. જીવનમાં તક મળી. તેનો આનંદ હતો.
આથી મને એક સંતોષ હતો કે મારું દુઃખ ભૂલવાનો, સમયના સદ્દઉપયોગનો મારે માટે સારો અવસર હતો. એ બહેનોનાં દુઃખ પાસે મારે કંઈ દુઃખ ન હતું. વાસ્તવિકપણે કહું તો મને તો એ બહેનોની દુઆ જ મળી છે, જે આજ સુધી મારા તન-મનને અદશ્ય સહાય કરે છે.
- તેમાં પણ અનુભવી શ્રી પુષ્પાબહેન મહેતા, ચારુબહેન યોદ્ધા, ઈન્દુમતીબહેન શેઠ, સરલાદેવી સારાભાઈ, મણિબહેન પટેલ જેવા સાથીઓ પાસેથી ઘણું શીખવા મળ્યું. કાર્યને ઠીક સફળતા મળી. આજે એ કામ ચાલુ છે. લગભગ ૧Oજેવાં બહેનોને સ્વાશ્રયી જીવન મળ્યું, હજારો વિભાગ-૭
૧૫૦
મારી મંગલયાત્રા For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International