________________
ચાર વ્હીલ ઉતારેલી પડી હતી. આ કાર્યાલયની સામગ્રી હતી. તેણે કહ્યું કે છ માસથી ચેરમેન આવતા નથી. સમિતિના સભ્યો સાથે કંઈ વાંધો પડ્યો છે. એટલે કોઈ સભ્યો પણ આવતા નથી, અને શિક્ષિકાઓ પગાર લેવા આવે છે તે પાછા જાય છે. તમે ચેરમેન તરીકે આવ્યા તે સારું થયું. હવે કંઈ કામ થશે. અને તે મારી સામે પાટલી પર બેઠો.
હું તો મનમાં મૂંઝાતી હતી કે આ ઘંટ મેં ક્યાં ગળે બાંધ્યો? અડધા કલાક પછી એક પ્રૌઢ ભાઈ આવ્યા. તેઓ અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ હતા શ્રી છોટુભાઈ પટેલ. પિતા જેવી તેમની પ્રતિભા હતી. જિલ્લામાં તેમનાં કાર્યો વડે તેઓ લોકપ્રિય હતા. ગાંધીજીની વિચારસરણીવાળા હતા. તેમણે કહ્યું હશે એટલે એક બીજા ભાઈ પણ આવ્યા. મારી પાસે તો આ કામનું જ્ઞાન ન હતું. એટલે કંઈ વાત પણ ન હતી. કાર્યાલય શહેરમાં હતું પણ કાર્યક્ષેત્ર ગામડાં હતાં.
તેઓએ વાત શરૂ કરી કે બળતું ઘર કૃષ્ણાર્પણ જેવું છે. અમારે જૂના ચેરમેન સાથે મેળ ન હતો, પણ તમને જરૂર સાથ આપશું. આ સમિતિ દ્વારા પાંચ ગામમાં બાળમંદિર ચાલે છે, તે આપણે જોઈશું. વળી તમને કાર્યાલયમાં કામમાં સહાય કરે એવા એક નિરીક્ષકબહેન પણ મળશે.
તેઓ ગયા પછી મેં ફાઈલો માંગી તે ધૂળ ખંખેરીને પટાવાળાએ આપી. પણ એ બધું અંગ્રેજીમાં હતું તેથી મેં પાછી મૂકી. કારણ કે મને અંગ્રેજી આવડતું ન હતું. પ્રથમ દિવસે મને એમ કે કાર્યાલયના સમય સુધી બેસવું પડે. એટલે ૧૧ વાગે પહોંચે ૬ વાગે ઘરે જઉં. બસમાં જવાઆવવાનું હતું. આ છ-સાત કલાકનું કરવું શું? વાંચવાનું પુસ્તક લઈ જતી. પાણી સાથે લઈ જતી. પણ કંઈ સ્નાનાગાર ઓછું લઈ જવાય ? મનમાં થતું કે આ બધું કેમ ગોઠવાશે. પણ સમાજ-માનવસેવાના ભાવ હતા એટલે ટકવા પ્રયત્ન કરતી. પછી તો ખ્યાલ આવ્યો તેથી બપોરે બે વાગ્યાથી પાંચ વાગ્યા સુધી જતી.
સમિતિમાં શ્રી ચીનુભાઈ શાહ ઉત્સાહી, કાર્યક્ષમ હતા. તેઓ રોજ બપોર પછી આવે. તેમની વાતોમાંથી ફલિત થયું કે પ્રથમ પગારની જોગવાઈ થાય તો કામ સરળ બને. મને થયું કે કામ કરવું છે તો ઘસાવું પડે એટલે લગભગ પાંચ હજાર મેં મારા પોતાના કાર્યાલયમાં આપ્યા. પગાર ચૂકવાયા. પછી દિલ્હીથી મંજૂરી મેળવી લગભગ છ માસે જીપ રિપૅર કરી. પગાર મળ્યા, નિરીક્ષકબહેન ત્યા ડ્રાઈવરની મંજૂરી મળી. કાર્યાલયમાં ચેતન આવ્યું. શિક્ષિકાઓની અવરજવર થઈ. સમિતિના વિભાગ-૭
૧૪૮
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org