________________
બીજા સભ્યો આવવા લાગ્યા. સૌને લાગ્યું કે જાડાં ખાદીનાં કપડાંમાં ગરીબ જેવાં દેખાતાં બહેન ઘરનાં સંપન્ન અને મનનાં ઉદાર છે તેથી સૌનો ઉત્સાહ પણ વધ્યો.
જૂની સમિતિના સભ્યોએ નક્કી કર્યું કે આપણે બોર્ડને બતાવીએ કે કામ કરવા અમારી તૈયારી છે, આથી સમિતિએ ઉત્સાહપૂર્વક મને સાથ આપ્યો. ચીનુભાઈ પત્રવ્યવહાર અંગ્રેજીમાં સંભાળતા. કાર્યક્રમોની ઉજવણી દ્વારા બતાવવાનું હતું કે સમિતિના સભ્યો કાર્યક્ષમ છે. આથી આ ભાઈઓએ સૌ પ્રથમ પાંચ ગામના સરપંચ, શિક્ષિકાઓ, સભ્યો અને અન્ય નાગરિકોની લાંભામાં મારા સન્માન માટે એક સભા યોજી. તેમાં સૌએ ખૂબ ઉત્સાહ બતાવ્યો. વક્તાઓનું વક્તવ્ય પૂરું થયું. સંચાલકે કહ્યું હવે ચેરમેનનું પ્રવચન થશે. હું તો મનમાં કંઈ ભાંજગડમાં હતી અને અહીં ચેરમેન હું છું તે તો ખબર ન હતી. એટલે બેઠી હતી તેમ જ બેસી રહી. ત્યારે પેલા ભાઈ મને કહે : બહેન તમે હવે સભાને સંબોધન કરો. ડિસેમ્બરમાં પ્રથમ પ્રવચનમાં પરસેવો થયો :
મારો ખ્યાલ છે આ લગભગ ૧૯૫૮નો ડિસેમ્બર હતો પણ મને તો પરસેવો વળ્યો. મને થયું હું ક્યાં ભરાઈ પડી ! છતાં ઊભી થઈ. પહેલાંના વક્તાઓએ ભાષણો કરેલા તેનો થોડો ખ્યાલ રાખી માંડ પાંચ વાક્યો બોલી : ““મારે ગામડાં પ્રથમ જ જોવાનાં છે. મને ખાસ અનુભવ નથી પણ આપણે સૌ સાથે રહીને સુંદર કામ કરીશું.” સૌએ તાળીઓથી વિધાવી.
આ કામની ખાસ આવડત નહિ. વળી થોડું કામ શરૂ કર્યું પછી થોડી મૂંઝવણ થઈ. ધાર્મિક અભ્યાસનું શું ? પૂ. પંડિતજી મને કહે : જાઓ તમારી બુદ્ધિપ્રતિભા છે. એટલે કામ કામને શીખવશે. હમણાં તો ચાલુ રાખજો.” મેં કહ્યું : આપની પાસે શિક્ષણકાર્યને બાધા પહોંચશે. તેઓ કહે એ પછી જોઈશું.
પૂ. પંડિતજીના શુભાશિષ, બોધ અને તેમની સત્યપરાયણતાની લબ્ધિએ મને ત્રીસ જેવા વર્ષની સેવામાં નિષ્કામતાની ભાવના આપી. વળી જ્યારે જ્યારે સમય મળે ત્યારે ત્યારે લગભગ બપોરે કે સાંજે જાઉં. બોધ મેળવું, વાંચન કરું. વિશેષ કરીને મનની સ્વસ્થતાનું બળ મળી રહેતું. હવે હું પ્રસન્ન રહેતી. સમિતિના અન્ય કાર્યકરોનો ઉલ્લાસ સહકાર :
સમિતિના સભ્યો, નશાબંધી આયોજન સમિતિ અને જિલ્લા મારી મંગલયાત્રા
વિભાગ-૭
૧૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org