________________
પોતાને જે સહન કરવું પડ્યું તેનો બોધ ગ્રહી તેમણે અન્ય સ્ત્રીઓને તે મુશ્કેલીઓમાંથી ઉગારી સન્નારીત્વની જ્યોત જલાવી. તેમનું આ સત્કાર્ય ભારતદેશનું ગૌરવ હતું.
સ્વભાવે પ્રખર છતાં શાંત ગંભીર અને બુદ્ધિસંપન્ન હતાં. હંમેશાં કાળી સાડી અને સફેદ બ્લાઉઝ પહેરતાં. એક વાર કહે : કાગડાનો રંગ કાળો, બોલે કા કા કરી, પરંતુ વિઝા પણ વહેંચીને ખાય. કા કા કા કરીને કાગ મિત્રોને બોલાવે. ભલે તેનો રંગ કાળો પણ ઉદાર ખરો. આમ કાળા રંગનો ગુણ કહેતા. આથી લાગતું કે તેઓ કેવા ગુણગ્રાહી છે? સ્ત્રીઓના રક્ષણ અને સ્વાવલંબનનું કાર્ય સ્ત્રી-વિકાસગૃહ દ્વારા હાથ ધરીને સ્ત્રીસમાજમાં સ્ત્રીના ઉત્કર્ષ દ્વારા તેમણે ઘણી ચાહના મેળવી હતી. ખરેખર તે સમયના પુરુષોની સામે નિર્ભય અને દઢ મનોબળથી પોતાનો પ્રભાવ ટકાવી રાખતા. તેમના સહકારથી અમારું કાર્ય વિકસ્યું હતું. તેમને કેમ ભુલાય ? પ્રથમ દિવસે શું બન્યું? :
એ પ્રમાણે પૂ. પંડિતજીના આશિષ લઈ, બાપુજીને જાણ કરી બસમાં બરાબર અ.જિ.પં.ના મકાનમાં કાર્યાલયે પહોંચી. ત્યાં પટાવાળો બેઠો હતો. તેણે મારા ખાદીનાં સફેદ જાડાં કપડાં જોઈને માની લીધું કે હું નોકરી મેળવવા આવી છું. તેણે આરામથી બેઠા બેઠા જ મને જવાબ આપ્યો કે “બહેન, અહીં કોઈ જગા ખાલી નથી અને જે બહેનો કામ કરે છે તેમને છ માસથી પગાર મળ્યો નથી.'
હું પણ વિચારમાં પડી કે મારે તેને શું કહેવું ?
હું નોકરી માટે નથી આવી, ચેરમેન થઈને આવી છે તેમ બોલી ન શકી. એ તો આરામથી કોઈની સાથે વાત કરવા લાગ્યો.
ત્યાં તો જિલ્લા પંચાયતની ઓફિસેથી પટાવાળો કહેવા આવ્યો કે પુષ્પાબહેનનો ફોન છે કે ત્યાં સુનંદાબહેન આવશે. તે હવે તમારી જિલ્લા સમિતિના ચેરમેન છે. તેમને બેસાડજો.” કાર્યાલય? (નાની ઓરડી)
કાર્યાલયનો પટાવાળો સમજી ગયો આ હવેનાં ચેરમેન સુનંદાબહેન છે. તરત જ નેતરની તૂટી ગયેલી ખુરશી સાફ કરી જર્જરિત ટેબલ સાફ કર્યું. હું તેના પર બેઠી. સ્વાગતમાં એક ખૂણામાં ધૂળ ખાતો ઘોડો (સ્ટેન્ડ) અને તેના પર પંદર-વીસ ફાઈલો પણ અણ-ઊઘડી ધૂળ ખાતી પડી હતી. બીજી એક પાટલી, પાણીની માટલી અને એક-બે પવાલાં હતાં. જીપ મારી મંગલયાત્રા ૧૪૭
વિભાગ-૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org