________________
આવો ફોન આવ્યો છે, પણ મને આ કામ કેવી રીતે આવડે ?
બાપુજી કહે : “ભલે, હું પુષ્પાબહેનને ના પાડી દઉં છું. પછી વળી જો ઈશ.' તે પ્રમાણે બાપુજીએ ફોન કર્યો. એટલે પુષ્પાબહેનનો મારા પર પુનઃ ફોન આવ્યો : ““તમારી ચેરમેન તરીકે નિમણૂક કરવામાં છ માસથી પત્રવ્યવહાર થયો પછી સંમતિ મળી છે. એટલે તમારી નિમણૂક રદ કરવામાં અને બીજાની નિમણૂક કરવામાં પાછા છ માસ જોઈશે. માટે તમે હમણાં તો આ કામ હાથમાં લો, વાંધો નહિ આવે.”
આ પ્રમાણે વાત થયા પછી વળી હું પૂ. પંડિતજી પાસે ગઈ. તેઓ કહે : ““કામ કામને શીખવશે. તેમાં કંઈ મૂંઝાવાની જરૂર નથી. તેઓએ શુભાશિષ આપી કે નિષ્કામ સેવા કરો, આ કર્મયોગ છે. માન-હોદ્દાથી દૂર રહેવું. ધન મેળવવાની અપેક્ષા ન રાખવી તો આ ક્ષેત્રે પણ તમારી ધર્મભાવના જળવાશે. તમારું દુઃખ પણ વિરામ પામશે.”
મને લાગ્યું કે નિઃસ્પૃહ એવા સંતોની વાણીમાં લાભ જ હોય છે. વળી પૂ. પંડિતજીના આશિષ છે પછી મૂંઝાવાનું કોઈ કારણ નથી. વાસ્તવમાં પૂ. પંડિતજીના આશિષથી કાર્ય નિષ્કામભાવે થયું. ખૂબ વિકાસ પામ્યું. માન હોદ્દાની અપેક્ષા ગૌણ રહેતી. ચિત્તને પ્રસન્નતા મળતી. પછી આગળ શું બન્યું તે જોઈએ. શ્રી પુષ્પાબહેન મહેતા : સામાજિક ક્ષેત્રે એક સંનિષ્ઠ વિભૂતિ તેમને કેમ ભુલાય?
શ્રી પુષ્પાબહેન કામ ઘણું કરતાં, ખપ પૂરતું બોલતાં સામાજિક ક્ષેત્રે સેવાકાર્યમાં તેમનો પ્રથમ પરિચય થયો હતો. જોકે વધુ નિકટતા ન હતી, પરંતુ તેમની સેવાની નિષ્ઠા, સમજ અને નિર્ભયતા માટે ઘણું માન હતું. મારા સાંભળવા પ્રમાણે તેઓ બાળવિધવા હતાં. મને પરિચય થયો ત્યારે છ દસકા જેવી વય હશે તો પણ રૂપ-લાવણ્ય દેખાતું.
તે કાળમાં વિધવા માટે શિક્ષણકાર્યનો લગભગ સામાજિક વિરોધ હતો. તે કપરા કાળમાં પુષ્પાબહેને શિક્ષણ માટે હામ ભીડી. ત્યાર પછી અનુક્રમે પોતાની આવી પરિસ્થિતિનો વિચાર કરી સમાજની અન્ય બહેનોને સહાયભૂત થવા માટે સ્ત્રી-વિકાસગૃહની પ્રથમ સ્થાપના કરી. સમાજમાં અનાથ, વિધવા અને ત્યજાયેલી સ્ત્રીઓના રક્ષણ અને સ્વાવલંબનનું કાર્ય આ સંસ્થા દ્વારા હાથ ધર્યું.
ત્યારે તેમને સમાજનો અને સ્ત્રીઓનાં સગાંવહાલાંનો ઘણો સામનો કરવો પડ્યો. પરંતુ તેમની કાર્યશૈલી પુરુષના પુરુષાતન જેવી હતી. વિભાગ-૭
૧૪૬
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org