________________
મનુષ્યનું સત્વ - ‘જયાં સુધી મનુષ્યને તમે કેવળ હાડમાંસનું પૂતળું સમજીને માનવ સેવાને કેવળ અન્ન વસ્ત્ર આવાસની વ્યવસ્થા કરવામાં બાંધી દેશો ત્યાં સુધી આ દુનિયા શાંતિ, સમતા, પ્રેમ, સહયોગનો રસ્તો પકડી નહિ શકે. મનુષ્ય કેવળ વિકારી વિચારોનો પુંજ નથી. મનુષ્યનું સત્વ આત્મસત્તામાં છે. ભગવદ્યત્તામાં છે. તેને પ્રગટ કરવા માટે મનુષ્ય જન્મ મળ્યો છે.’
તેઓ ઘણીવાર કહેતા સમાજસેવા કરતા પહેલા અધ્યાત્મને જાણો, આત્મસત્તાની શુદ્ધતાને સમજે. તમારા અહં મમત્વ દૂર થશે. અન્યને તમે ભગવરૂપે જોશો. ત્યારે તમે સાચી સમાજસેવા કરશો. પ્રેમતત્ત્વનો સાચો પ્રસાર થશે. જીવનમાં સમગ્રતાનો સંચાર થશે તે સાચા સુખનો રાહ છે.
- શ્રી વિમલાતાઈ ઠકાર
(પૂ. દીદી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org