________________
તૈયાર થઈ ગઈ. આમ રમણીકભાઈ તારાબહેન સાથે લગ્નગ્રંથિથી જોડાયા. પણ બ્રહ્મચારી રહ્યા. સાધુ થયા ન હતા. પણ પાંચે વ્રતના પાલનકર્તા જરૂર હતા.
ગાંધીજીની વિચારસરણીમાં સાદાઈ અને સંયમ તો હોય જ તેથી અહિંસા ધર્મ પળાતો. સત્યનિષ્ઠ તો હતા જ. મનથી, તનથી કે ધનથી અચૌર્ય તો પાળતા હતા. બ્રહ્મચારી હતા. ગાંધીજીની રાહબરીમાં રચનાત્મક કામ કરતા હતા. સમય જતાં દેશ સ્વતંત્ર થયો, ત્યાર પછી વૃદ્ધાવસ્થામાં બાપુના આશ્રમમાં જ રહેતા. ગાંધીનિધિમાંથી જે મળતું તે તેમના નિર્વાહનું સાધન હતું. અલ્પ પરિગ્રહી હતા.
પિતાજીએ કંઈક મૂડી મૂકી હતી. તેનું એમણે અપંગ માનવ મંડળમાં દાન કર્યું હતું. ત્યાર પછી ગાંધીનિધિમાંથી જેલ ભોગવનારને સરકારે પુરસ્કાર આપેલો, તે પચીસ હજાર જેવી રકમનું પણ તેમણે અપંગ માનવ મંડળમાં દાન કર્યું.
"
મેં કહ્યું, “કાકા, આ રકમ હમણાં રાખો. વીલમાં લખી દેજો. એટલે પછી મેળવી લઈશું.’’
કાકા : ‘‘અત્યાર સુધી આ રકમ ક્યાં હતી ? છતાં જીવન નમ્યું છે ને ? હવે પણ નભશે.’’
તેઓ અમને બોધ પણ આવો જ આપતા. સત્યથી જીવજો. પરિગ્રહના પાપને વધારશો નહિ. નિસ્પૃહ ભાવે સેવા કરો. ઓછું બોલતા, પણ માર્મિક બોલતા. સ્વભાવે ઘણા ભદ્રિક હતા.
આવાં કાકા-કાકી પાસે કલ્યાણભાઈ-ભાભી અને હું ઘણુંખરૂં જતાં. સત્સંગ... ગોષ્ઠિ કરતાં. તેઓ પ્રસન્ન થતાં. તેઓના પવિત્ર જીવનની અમારા ઉપર ઘણી અસર થતી. તેઓ પણ જ્યાંથી સત્સંગ સાંભળીને આવીએ તે પ્રેમપૂર્વક સાંભળતા.
કાકી બોલકા અને કુશળ હતાં. પણ તેમની વાતોમાં સાંસારિક કંઈ ન હોય. કારણ તેમનો સંબંધ સાંસારિકપણે ખાસ કંઈ હતો નહિ. એટલે ગાંધીજી સાથેના જેલવાસના વિગેરે પ્રસંગો કહેતા.
હવે તો કાકા-કાકીની વૃદ્ધાવસ્થા હતી. લગભગ રસોઈ વિગેરે સ્વયં કરી લેતાં. થોડુંક કામ બાઈ પાસે કરાવતાં. અમે જતાં ત્યારે નાનુંમોટું કામ કરી લેતાં.
મારી મંગલયાત્રા
Jain Education International
૧૪૧
For Private & Personal Use Only
વિભાગ-૬
www.jainelibrary.org