________________
લગભગ સો વર્ષ પહેલાં વડીલો આવું સાહસ કરવા તૈયાર થતા નહિ. પરંતુ સાધુમહાત્માના કહેવાથી પૂ.ની અંદર રહેલી શક્તિએ આ વાત ઝીલી લીધી, અને પોતે બનારસ જવા તૈયાર થયા. પણ જવું કેવી રીતે ? ખર્ચ કોણ આપે ?
ભાગ્યયોગે સમાચાર મળ્યા કે કાશીમાં જૈન સાધુ-મહાત્મા સંસ્કૃત વિગેરેનો અભ્યાસ કરાવતા. વળી માંડલના શ્રાવકોએ સાધુ કે ગૃહસ્થ વિદ્યાર્થીઓને કાશી અભ્યાસ કરવા જવા સગવડ કરી આપે છે, તેવી ખબર મળી. પૂ.ને અધ્યયનની તીવ્ર ઝંખના હતી. અને પોતાની પરાધીનતા જાણતા હતા છતાં આ સમાચારથી તેઓ કાશી જવાનો નિર્ધાર કરી ચૂકયા.
હવે વાત આવી વડીલોની સંમતિ લેવાની. પ્રથમ તો વડીલે નનો ભણ્યો. પણ જ્યારે પૂ.ની દઢતા જોઈ ત્યારે સંમતિ આપી. પૂ. જે વિધિ કરવાની હતી તેમાં સફળ થયા અને એક દેખતા ભાઈ સાથે કાશી પહોંચ્યા. ત્યાં કોઈ ઉદારતાથી સહયોગ આપે ન આપે પણ અંતરમાં અભ્યાસની તીવ્ર અભિલાષાએ અગવડને સગવડ માનીને પૂ. કાશીની પાઠશાળામાં ગોઠવાઈ ગયા. માંડલના શ્રાવકોની ઉદારતાથી જમવાની તો સારી સગવડ હતી. અભ્યાસ માટે ઘણી મુશ્કેલીમાંથી તેઓને પસાર થવું પડ્યું. ત્યારે કંઈ બ્રેઈલલિપિ ન હતી. કોઈ સંભળાવે તે સાંભળીને અભ્યાસ કરવામાં ઘણી તકલીફ થતી, છતાં અંતરમાં અદમ્ય ઉત્સાહ તેમને ટકાવી રાખતો. આથી તેઓ ટૂંક સમયમાં વ્યાકરણ જેવા કઠિન વિષયોનો અભ્યાસ પૂર્ણ કરી શક્યા. અંતે પ્રાધ્યાપક તરીકે કાર્યનો આરંભ કર્યો.
પૂ.ના મૂળ સંસ્કાર સ્થાનકવાસી હતા. એક મંદિરમાં પૂજા સાંભળીને તેમને મૂર્તિના આલંબનનો સ્વીકાર થયો. વળી શાસ્ત્રના અભ્યાસ દ્વારા તેમાં વૃદ્ધિ કરી. જોકે મૂર્તિપૂજાની તેમની આ ભાવના કેવળ જૈન પરંપરા પૂરતી સીમિત ન હતી. તેમને લાગ્યું કે સ્થાનકવાસીનો મૂર્તિપૂજા વિરોધ ફક્ત તેમાં થયેલી અતિશયોક્તિ પૂરતો છે. તેમાં વિવેક જાળવવાને બદલે મૂર્તિ, શાસ્ત્રો અને સંસ્થાઓનો વિરોધ કરીને તેમાં રહેલો સાર ભાગ ગુમાવ્યો છે તેમ તેઓ માનતા. વળી શ્વેતાંબર તથા દિગંબર બંને ફિરકામાં ઘણી સુધારણાની જરૂર છે તેમ તેઓ માનતા. આમ, તેમની વિચારસરણી મહદ્અંશે સંપ્રદાયથી મુક્ત હતી.
મને જયારે પૂ. પંડિતજીનો પરિચય થયો ત્યારે ઉપરની આવી મારી મંગલયાત્રા
વિભાગ-૬
૧૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org