________________
અમદાવાદ પુનઃ પંડિત શ્રી સુખલાલજીના સમાગમમાં :
૧૯૫૬માં મુંબઈથી સ્થળાંતર થયું. સાત વર્ષો ઘણા પ્રસંગોમાંથી પસાર થઈ હતી. અમદાવાદમાં જીવન ગોઠવાતું ગયું. મુંબઈમાં હતી તેના કરતાં મનોબળ સુધર્યું હતું. સંસારકથા હમણાં મુલત્વી રાખીએ અને સત્સંગ ભણી જઈએ. વાંચકોને પણ સંસારકથાથી હવે સત્સંગનો લાભ મળશે. મુંબઈમાં પૂ. પંડિતજીનો પરિચય હતો તેથી પૂ. પંડિતજી પાસે રોજે ત્રણેક કલાક જુદા જુદા વિષયો વાંચી સંભળાવતાં મને પણ લાભ થયો. તેમની પાસેથી વસ્તુને ઉત્તમ રીતે વિચારવાની શક્તિ મળી. જે આજે ચિંતનરૂપે વિકાસ પામી. વળી પૂ. પંડિતજી પ્રખર સત્યવાદી, છતાં વાત્સલ્યપૂર્ણ એટલે તેમની પાસે જ્ઞાન સાથે જીવનબળ મળી રહેતું. આમ બપો૨ે બે-ત્રણ કલાક આનંદમાં જતા. વળી પૂ. પંડિતજી સાથે અન્ય મિત્રો અને ઉચ્ચ વિદ્વાનો, સાધકો સાથે મળવાનું થતું.
પદ્મશ્રી વિભૂષિત પૂ. પંડિતજી વિદ્વાનોમાં પ્રથમ કોટીના ગણાતા. પણ ચૂસ્ત શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયમાં તેઓનું સ્થાન ગૌણ હતું. કારણ કે તેઓ પૂર્વે બાળ દીક્ષા પ્રતિબંધના હિમાયતી હતા. તથા બીજાં એવાં થોડાં કારણો હતા. જોકે તે સમયે સાધુજનોનો મને પરિચય નહિ. અને પંડિતજી એ સમાજથી બહાર હતા. વળી તે સમયે મારામાં સંપ્રદાયની પકડની અસર ન હતી. એટલે તો તેમનો લાભ લેવા પચીસ જેવાં વર્ષો સંપર્કમાં રહી. સામાજિક કાર્યોની સાથે સાથે તેમની સાથે ધર્મચર્ચાઓનો સમય ગોઠવાઈ જતો.
મારું જીવન સાવ સાદું, લોકરંજનના કાર્યક્રમો વર્જ્ય હતા. એટલે સમય ઘણો મળતો. મને એમ કે સંસ્કૃત શીખું તો શાસ્ત્રાભ્યાસ થવાથી મને નવી દિશા મળશે. મૂળ શાસ્ત્રોનો અભ્યાસ થશે. આથી પૂ. પંડિતજીની પાસે મેં પ્રસ્તાવ મૂકયો. પંડિતજીએ બહારની સર્વ પ્રવૃત્તિઓ સંકેલી હતી. ઘણે ભાગે એકાંત જ ગાળતા. જોકે ઘણા વિદ્વાનો વિગેરે ધર્મગોષ્ઠી માટે આવતા. તેથી મને પણ તેનો લાભ મળતો. જે આજે અંકુર રૂપે ઊગ્યો તેમ માની શકાય.
પૂ. પંડિતજીની સંમતિથી સંસ્કૃત શીખવા તેનાં પાઠ્યપુસ્તકો લાવી. પૂ. પંડિતજી પાસે શીખવાનું શરૂ કર્યું. પણ આ “રામઃ રામૌ રામાઃ” વિગેરે ધા૨ણ જ ન થાય તો પણ પાંચેક પાઠ શીખી. પછી તો ગાડી પાટે મારી મંગલયાત્રા
વિભાગ-દ
Jain Education International
૧૩૫
For Private & Personal Use Only
www.jainelibrary.org