________________
ન ચઢી.
પૂ. પંડિતજી ગાંધીજીના સંપર્કમાં આવ્યા હતા. તેમનાથી ખૂબ પ્રભાવિત થયા હતા. એટલે મને કહે : ““તમને હજી શોકનો ઘા રૂઝાયો નથી. એટલે ચિત્ત સ્વસ્થ નથી. વળી ચારે બાજુના વાતાવરણમાં પણ ક્લેશનાં કારણો ઘણાં છે. એટલે પણ ચિત્ત સ્વસ્થ નથી. આ સંસ્કૃતિનો અભ્યાસ સ્વસ્થ ચિત્તે થાય. મારે તમને નિરાશ નથી કરવા. ગુણવિકાસ તરફ લક્ષ્ય રાખવું તે આત્મિક વિકાસ છે અને સમાજના દુઃખી વર્ગની સેવા કરવી તે હમણાં શોકમુક્તિનો ઉપાય છે. તમારે માટે આજની પરિસ્થિતિ અને ભૂમિકા પ્રમાણે એ બરાબર છે.” વળી મુંબઈમાં હું માનવસેવાનું કામ કરતી હતી તેથી મને તે વાત રુચી ગઈ. પૂ. પંડિત સુખલાલજી વિષે સંક્ષિપ્ત પરિચય :
પૂ. પંડિતજીનું વ્યક્તિત્વ, પ્રતિભા, સાદું જીવન અને નિઃસ્પૃહતા એટલી ઊંચાઈએ હતાં કે મારા જેવાની કલમ તેમને વિષે શું લખી શકે ? છતાં તેમના પ્રત્યેનો મારો અહોભાવ કંઈક લખવા પ્રેરાય છે.
પૂ. પંડિતજીનો જન્મ સંભવતઃ ગુજરાત-સૌરાષ્ટ્રના વઢવાણ નજીક લીમલી ગામે થયો હતો. ત્યારે કોણ જાણતું હતું કે માટી મિશ્રિત સોનાની ખાણમાંથી નગદ સોનું પ્રગટ થશે! પૂ. શ્રીનો કૌટુમ્બિક ધર્મ સ્થાનકવાસી પ્રણાલીનો હતો. આ કુટુંબ સંઘવી ઓળખાણ ધરાવતું. સંપન્ન ઘરમાં તેઓ લગભગ સોળ વર્ષના થયા ત્યારે તેમને ભારે બળિયાના રોગે ઘેરી લીધા. તેમાં આંખનું તેજ હરાઈ ગયું. અર્થાત્ પૂ. અંધાપાના ભોગ બન્યા.
પૂ.નો ગામની શાળામાં સાત ધોરણનો અભ્યાસ થયો હતો. ત્યાં વળી આ ભયંકર આફતે ઘેરી લીધા. સંયુક્ત કુટુંબ એટલે અન્ય મુશ્કેલી ન હતી, પરંતુ હવે જીવનના વિકાસનું શું ? જો કે માતા-પિતા વિચારતાં કે પ્રારબ્ધ ભોગવ્યા વગર છૂટકો નથી. ઘરમાં ખાશે, પીશે અને ધર્મમાર્ગે આરાધના કરશે. આથી ગામના ઉપાશ્રયે આવતા સાધુજનો પાસે પૂ. જતા અને કંઠે થાય તે રીતે શાસ્ત્રનો અભ્યાસ કરતા. સાથે કેટલાક વ્રતનિયમ ધારણ કર્યા હતા.
સાધુજનોનો વિશેષ પરિચય થતાં કોઈ સાધુમહાત્માએ આ સોનાને પારખી લીધું કે આગળ અભ્યાસ માટે બનારસ જાય તો ઘણો લાભ થાય. વિભાગ-૬
૧૩૬
મારી મંગલયાત્રા For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org