________________
દીકરીઓ ચાર કુંવારી રહી. પુત્ર તો આવતો જ નહિ. છેલ્લે આવ્યો તો કમાણી નહિ, છતાં તેઓ આંશિક રીતે પાછળનું જીવન શાંતિથી જીવી શક્યા. પથારીમાં શક્ય તેટલાં સામાયિક કરતાં, વાંચતાં, આમ જીવનયાત્રા સમાપ્ત થઈ. ભાઈ-મનુભાઈ :
તેઓને તેમણે નોકરીએ મૂક્યા હતા. પણ તે ખાતું બંધ થવાથી નોકરી નહિ. ચાર સંતાનો હતાં. આમ તો મારા બંગલે રહેતા પણ હવે જુદા થયા. સામાન્ય નોકરી હોય પણ પૂરું ન થાય. ભાભીના ભાઈબહેનો આંશિક સહાય કરતાં એટલે તેઓ મારી પાસે અપેક્ષા રાખે. જો પૂરી ન થાય તો સંબંધ પણ ગૌણ થઈ જતા.
એમ કરતા તેમના બે દીકરાઓને મેં નોકરી પર મૂકી આપ્યા. એટલે જીવન તો સ્વસ્થતાથી નભતું થયું. અમારા સંબંધ સુધર્યા. જોકે મેં તો ભાભી સાથે સંપર્ક રાખ્યો હતો. તેઓ ખૂબ બીમાર થયાં ત્યારે નાના પુત્રને ત્યાં રહેતાં. ભાઈએ પૂરા પ્રેમથી તેમની લગભગ ૭૦ જેવી વય છતાં આદર્શ સેવાચાકરી કરી. ભાભીનું મૃત્યુ થયું.
ભાઈને લગભગ ૭૫ વર્ષની વયે કેન્સર થયું. તેઓ સમતાવાળા હતા. કેન્સર દર્દ જાણીને સ્વયં નક્કી કર્યું કે મારે કંઈ ઉપચાર કરવા નથી. ઉપચારનું દર્દ સહન કરવું. તેના કરતાં કુદરતમાં જે થવાનું હશે તે થશે. અન્નનળીનું કેન્સર એટલે આહાર બંધ થયો. ફક્ત એક ગ્લાસ જેવા પાણી પર પૂરો દિવસ ગાળતા. આમ એકવીસ દિવસની માંદગી ભોગવી. તેમનું મનોબળ દઢ હતું.
હું ત્યારે રોજે જતી, નવકારમંત્ર તથા પંચસૂત્રના પાઠ સંભળાવતી. પછી મારે અમેરિકા જવાનું થયું, ત્યારે મળવા ગઈ. મને લાગ્યું કે હવે પુનઃ મળશું ? તેઓ પણ એ જ બોલ્યા કે ““હવે આપણું મળવાનું નહિ બને.” અને અમારા જીવનને પૂરા પ્રેમથી અમે તે દિવસે આવકાર્યું, અને ક્ષમાપના કરી. અમારાં નેત્ર સજળ બન્યાં.
ત્યાર પછી તેઓ છેલ્લા બે દિવસ વધુ બીમાર થયા. તેમના બનેવીએ સુંદર નિર્ધામણા કરાવી. તેઓ શાંતિથી ચિરવિદાય થયા. ત્યારે હું અમેરિકા હતી. રોજે ફોનથી વાત કરીને નવકારનું સ્મરણ કરાવતી.
આમ આ બધું કેટલી વીસીએ સો થવા જેવું બન્યું છે ? વિભાગ-૬
૧૩૪
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org