________________
હતાં કે જેમાં પુરુષોની સહાય અને પરિચય રાખવો પડે. ધર્મના સંસ્કારે અને સહજ રીતે હું તો જાગ્રત હતી. પવિત્રતા જાળવતી. પરંતુ તેમને આ બધું પસંદ ન હોય એટલે સ્ત્રી-પ્રકૃતિ મુજબ વાતો ફેલાવતાં ત્યારે હું મૌન રાખતી. હું તેની નોંધ ન લેતી. બધાં પાસે ખૂબ રડે. સૌને એમની દયા આવે. અને મારો દોષ દેખાય. પણ તેમાં ધીરજ સિવાય મારો ઉપાય ન હતો. પ્રભુને પ્રાર્થના કરતી કે મને સમતા આપો. તેમને શાંતિ અને સાવ આપો. અને ખરેખર આ પ્રાર્થનાએ કામ કર્યું.
છેલ્લાં પાંચ વર્ષ તેઓ પ્રસન્નતાથી સાથે રહ્યાં. ગાડી જરૂર પડે વાપરતાં, કજીયો પણ છોડી દીધો. મારી પ્રણાલી અને સમજ માટે તેમને માન થયું. પછી તો અન્યને સલાહ આપતાં કે તમને તકલીફ હોય તો મારી સુનંદાને પૂછો. તમને માર્ગદર્શન આપશે. અતુલ-રમોના અને તેમનાં બાળકો પ્રત્યે પણ પ્રેમ રાખે. આમ આ જન્મમાં અમારી વચ્ચે ક્લેશ શમી ગયો. તે પ્રભુકૃપા. તેઓએ થોડા દિવસની બીમારી ભોગવી ૭૦ વર્ષની વયે ચિરવિદાય લીધી. સેવાચાકરી કરવાની તક આપી યશ આપતાં ગયાં, પોતે પણ અંતિમ દિવસોમાં શાંતિથી રહ્યાં. અમદાવાદમાં પુનઃ પિયરપક્ષની પરિસ્થિતિ :
બાપુજી :
જોકે હવે તેમનાં સંતાનો મોટાં થયાં હતાં તેમાં મોટાં ચાર તો લગભગ મામા-માસીને ત્યાં જ હતાં. કંઈ થોડું કમાય તો પણ બાપુજીને સહાય કરી ન શકે. વળી બીજાં ચાર સંતાનો હવે બાપુજીના ઘરે રહેતાં એટલે થોડી આર્થિક મૂંઝવણ ખરી.
હું પુનઃ અમદાવાદ આવી ત્યારે મારી સ્થિતિમાં અકલ્પનીય તફાવત હતો. તેઓની હાજરી નહિ. હજી અતુલ ધંધે લાગ્યો ન હતો, આવકની મર્યાદા હતી. તેથી મારી મુશ્કેલી તો મનમાં જ શમાવી દીધી હતી.
બાપુજી શેરબજા૨માં બધું જ ગુમાવી બેઠા હતા. હવે અવસ્થા થઈ હતી. શારદાબાનાં ભાઈ-બહેનો સહાય કરતાં, ક્યારેક હું કરતી, જોકે તે પૂરતું ન હોવાથી બાપુજી પહેલેથી નારાજ હતા જ. વળી બહેનની તો પૂરી જવાબદારી હતી. તેને તો કોઈ જ મદદ કરે તેમ ન હતું.
આમ આઠ સંતાન, પત્ની છતાં બાપુજીનું જીવન છેલ્લે સુધી ઉપાધિયુક્ત રહ્યું. તેમના ગયા પછી સંતાનો મોટાં થયાં. કામે લાગ્યાં,
વિભાગ-૬
૧૩૨
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org