________________
બંધ બેસતી ન થતી. અને જનસમાજ પરંપરાથી કોઈ ને કોઈ પ્રણાલીમાં ગોઠવાયેલો હોય. નવું સાંભળવું સારું લાગે, પણ જેઓ ઊંડાણમાં ઊતરે તે જ સમજી શકે.
જૈન દર્શનમાં એક નિશ્ચયનય છે તેની પ્રણાલી સ્વતંત્ર અને સ્વાવલંબી છે પરંતુ તેનું બીજું પડખું વ્યવહારનય છે. તે તે સ્થાને બંને સત્ય છે તે વાત નિશ્ચયનય સ્વીકારીને વસ્તુનું દર્શન કરાવે છે. આત્મા સ્વયં પરમાત્મસ્વરૂપ છે. તેને દેવગુર કંઈ આપતા નથી તે નિશ્ચયનયનું દર્શન છે. પરંતુ ભૂમિકાનુસાર સાધકે કેવી રીતે નિશ્ચયનયને અનુસરવું તે વ્યવહારનયનું દર્શન છે. આમ એકાંતે સત્યનું દર્શન થતું નથી. એથી એવી પ્રરૂપણાઓ શ્રવણનું સુખ આપે. થોડી સાત્ત્વિકતા કેળવાય પણ તાત્ત્વિકપણે મુક્તિની પ્રાપ્તિમાં અનેકાંત પદ્ધતિ સત્યનું દર્શન કરાવે છે એમ જ્ઞાનીજનો કહે છે. વળી મારો સંસ્કાર દેવગુરુ-પરંપરાનો હતો તેથી આ કંઈ બહુ રુચ્યું નહિ, એટલે વધુ પરિચય ન રહ્યો. પ્રજ્ઞાચક્ષુ પૂ. પંડિતજી સુખલાલજી મારે આંગણે :
પૂ. પરમાનંદભાઈના પરિચયે ૧૯પરમાં પૂ. પંડિત સુખલાલજીનો ઉતારો મારે ત્યાં થયો. ઘરમાં પુરુષ નહિ એટલે થોડો સંકોચ થતો પરંતુ તેમના જ ભક્તો સર્વ વિગતો સંભાળી લેતા. ઘર મોટું હતું તેથી સગવડ બધી સચવાતી.
વળી પંડિતજી પ્રજ્ઞાચક્ષુ એટલે ખૂબ જ સાવધ અને સ્વાયત્ત હતા. પ્રથમ દિવસે જ મને કહે, “મને જાજરૂ અને જમવાની સગવડવાળી જગા બતાવી દો.” મેં તે એક વાર બતાવ્યું. તેમણે એટલી ભૂગોળ પગલાથી માપી લીધી. સાથે માણસ હતો છતાં આ બાબતમાં તેઓ સ્વાયત્ત હતા.
ધર્મમાર્ગમાં ઝોલાં ખાતા મારા જીવને આવા પ્રખર, ભારતવર્ષમાં ખ્યાતનામ, વિકજનનો યોગ મળ્યો તે સૌભાગ્ય હતું.
અન્ય વિદ્વાનોનો પરિચય પણ થયો. પંડિતજી સાથે સાંજે બેસતી ત્યારે તેમના વાત્સલ્યતાથી મારા જીવને સ્વસ્થતા મળતી. જાણે સ્નેહાળ પિતા હોય તેમ વાત કરતા. ધર્મનો મર્મ પણ સમજાવતા.
થોડા દિવસમાં નિકટનો પરિચય થયો એટલે ક્યારેક મારી માનસિક વેદના પણ કહેતી. ત્યારે મારું મનોબળ વધે અને શાંતિ મળે તેવી હળવી વાતો કરતા. ત્યારે મને એમ લાગ્યું, આ વડીલ વિદ્વાન અને ધર્મપરાયણની છત્રછાયા મળવાથી મારું દુ:ખ-શોક જરૂર હળવો થશે. એ દિવસો ખરેખર આનંદમાં ગયા. કંઈક કળ વળી કે જીવનને શોકમાં વેડફવા જેવું નથી. વિભાગ-૫
૧૧૪
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org