________________
આમ અભિમન્યુના કોઠાની જેમ ચક્રવ્યૂહ રચાયો હતો. વળી એ સમયે એટલી કુશળતા નહિ અને માનસિક સ્વસ્થતા નહિ કે બધું કાર્ય સરળતાથી ચાલે. છેવટે એમ લાગ્યું કે અમદાવાદ સ્થાયી થવું. પુનઃ અમદાવાદ ભણી :
અમદાવાદ જઈને બધું સુખરૂપ છે તેમ તો ન હતું. પરંતુ સાત્ત્વિક મિત્રોની હૂંફ હતી. અતુલ પેઢીએ બેસતો થાય અને વ્યાપાર સંભાળે તેની મુખ્યતા હતી. આખરી નિર્ણય કરી સારાભાઈ અને માર્કંડભાઈની સહાયથી, મુંબઈનું ફર્નિચર અમદાવાદ રવાના કર્યું. મકાન વેચવાની જાહેરાત કરી. અમે ૧૯૫૬ના વેકેશનમાં અમદાવાદ પહોંચ્યા.
સંયોગવશાત્ માનવી દેશવિદેશમાં ફરે, સ્થળાંતર કરે તેમાં કંઈ વિશેષતા ન હોય. અહીં મારા જીવનની ઘટનાઓ કેવી રીતે ઘટી, મારી મંગલયાત્રા કેવી રીતે થતી હતી તે જણાવવા, તે તે યાત્રામાં સહાયતા કેવી રીતે મળી તે જણાવવા માટે આ ચિત્રામણ જરૂરી લાગ્યું છે.
આમ, જીવનમાં પાછો એક વળાંક આવ્યો. અને તે પ્રમાણે અમારે ત્રણેએ હવે જીવન ગોઠવવાનું હતું.
અતુલ :
અતુલનું બાળપણ ખૂબ લાડાકોડમાં ગયેલું. એ મોજી પ્રકૃતિનો હતો. પછી પિતાશ્રીએ પણ લાડ પૂરા કર્યા હતા. વળી બીમારીને કારણે પણ તેની પ્રકૃતિમાં ઉગ્રતા હતી. પરંતુ ખાવું, ખવરાવવું, ઉદારદિલ અને જરૂર પડે મિત્રોને સહાય કરવી, પરોપકાર જેવા ગુણો હતા અને છે. ખાસ કરીને રમૂજી છે. તેને કારણે તેનું મિત્રમંડળ મોટું છે.
અમદાવાદ આવી તેનો અભ્યાસ શરૂ થયો. જોકે તેને અભ્યાસમાં રુચિની વૃદ્ધિ થઈ નહિ, મારા દબાણથી ગ્રેજ્યુએટ થયો. ધંધામાં કાંતિભાઈ (કાકા) ઘણું સંભાળી લેતા એટલે તેને બહુ બોજો ન હતો. વળી પછી તેણે ધંધાની પદ્ધતિ બદલી, તે અનુકૂળ ન આવવાથી નિવૃત્ત થયો. પોતાની રીતે જીવન ગોઠવાઈ ગયું.
દક્ષા :
દક્ષાને અમદાવાદ બિલકુલ ગમે નહિ. તેને કોઈ મિત્ર નહિ. નવી શાળા. એ રડતી-કહેતી : “મમ્મી ! તમે મને કહેશો તે બધું હું કરીશ. પણ ચાલોને મુંબઈ પાછાં જઈએ, મને અહીં ગમતું નથી.” આમે સ્વભાવે
વિભાગ-૬
૧૨૮
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org