________________
પૂ. પં. શ્રી સુખલાલજીમાં
પાંચવ્રતના દર્શન થતાં અહિંસા : તેઓ વાત્સલ્યપૂર્ણ, નિર્લોભી તથા નિસ્પૃહ / હોવાથી કોઈને પીડા થાય તેવો બાહ્ય આચાર કરતા નહિ અને અંતરમાં તેવા ભાવ પેદા ન થતાં તે પ્રત્યક્ષ કળાતું. સત્ય : તેમની વાણી પ્રખરે છતા સત્યપરાયણ હતી તેથી તેમાં માયા, દંભ, માન જેવા દોષો ભળી શકતા નહિ, સત્ય છતાં હિત અન મિત. અચૌર્ય : તેઓ પોતાની મર્યાદાથી કશું વિશેષ રાખતા નહિ, કોઈનું કંઈ લેતા નહિ, અરે લેખન જેવા કાર્યોમાં પણ સ્પષ્ટતા રાખતા. બ્રહ્મચર્ય : આજીવન બ્રહ્મચારી હતા. સાથે સાથે જીવનની પવિત્રતામાં જાગૃત હતા. અપરિગ્રહ : તેઓ ત્રણ જેડ વશ, એક ટુવાલ, બે નેપકીન, એક જ ડ જૂતા, સુવા ઓઢવાના અલ્પ સાધન સિવાય, આ ગણત્રીથી કશું વધવા દેતા નહિ. આહારમાં પણ અતિ અલ્પાહારી હતી. આજીવિકામાં સ્વાયત્ત રહેતા તેમાં પણ અલ્પ પરિગ્રહ હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org