________________
કંઈ રસ ન હતો પણ અમસ્તુ પાનું ખોલ્યું. તે પાનું કે વાક્ય યાદ નથી પણ એવો મતલબ હતો કે સત્યનું આચરણ કરનારને સત્ય મદદ કરે છે. આ વાક્યની સાથે બીજાં વાક્યો વાંચ્યાં, મનમાં હાશ થઈ, હળવાશ થઈ. મને થયું કે મારે કંઈ ખોટું કરવું કે કહેવું નથી. લક્ષ્મીબાના સુખમાં રાજી છું. મને ચિંતા શાની ?
મહાત્માઓના પ્રસંગોમાં, કથનમાં કેવો ચમત્કાર-સાક્ષાત્કાર હોય છે ? શરીર-મન સ્વસ્થ થયું, પ્રેશર સરખું થઈ ગયું. થોડુંક જમી. અવલંબનરૂપ વિચાર-ચિંતનની ટેવ સહારે આવી. કોર્ટ એટલે ન્યાયમંદિર. પ્રભુમંદિરમાં પ્રભુનાં ગુણગાન ગાવાનાં. ન્યાયમંદિરે નવકારમંત્ર ગણવાના અને આ જ સત્ય જાળવીને અમારા પિતરાઈ જેઠ જે અમદાવાદની પેઢીના મૅનેજર હતા. તેમની સાથે ન્યાયમંદિરે (હાઈકોર્ટમાં) પહોંચી. પ્રભુમંદિરે ન જાય તો કુદરત પણ શું કરે ? ન્યાયમંદિર બતાવેને ? આ દિવસોમાં અમરચંદકાકાનું અવસાન થયું હતું. પરંતુ ભરતભાઈના સસરાજી શ્રી ત્રિકમલાલ અનુભવી હતા તેમનું માર્ગદર્શન મળી રહેતું. વળી સારાભાઈ મણિયાર પણ સહાયરૂપ થતા.
લક્ષ્મીબા તેમના ખ્યાતનામ વકીલ સાથે હાજર હતાં. હૃદયની અંતઃકરણની સાક્ષીએ એક વડીલની જેમ તેમના પ્રત્યે સદ્દભાવ રાખી, મેં તેમની સામે નજર મેળવી. શક્ય તેટલા નવકાર ગણવા પ્રયત્ન કરતી. જોકે મનમાં સ્થિરતા પકડાતી ન હતી. મૂંઝવણ ટળી હતી પણ એક પ્રકારનો શૂનકાર જણાતો હતો. જોકે લક્ષ્મીબાને જોઈને મને કોઈ દ્વેષ પેદા થયો ન હતો તેનો બરાબર ખ્યાલ છે. કારણ કે મારા મનમાં તો તેઓ સુખી થાય તેવા ભાવ હતા. પાપનાં છિદ્રો પુરાઈને કયારેક પુણ્ય પણ પ્રગટતું :
અમારા સોલિસિટર કાંગા કે ના હતા. ઘણાં પ્રતિષ્ઠિત. જેવું નામ મોટું તેવું દામનું કામ પણ મોટું જ હોયને ! કેસની તૈયારી માટે બોલાવે ત્યારે એક મુલાકાતના, ફક્ત પાંચસાત મિનિટના ૫૦૦/૧૦૦૦ની રકમ હોય. તે ઉપરાંત બીજા ખર્ચા જુદા.
કેસની રજૂઆત લગભગ ૧૨ વાગે થઈ, ત્રણચાર વાગ્યા સુધી બધી રજૂઆત થઈ. વડીલે કરેલું વીલ એવું સ્પષ્ટ હતું કે તેમાં લખ્યા ઉપરાંત ક્યાંય તેમનો હક્ક ન હતો. અને તેઓએ રજૂ કરેલી મિલકતો લગભગ અતુલ કે મારા નામ પર કાયદેસર હતી. સામેના વકીલ સ્વાભાવિક છે કે તેમના અસીલ માટે પૂરતો પ્રયત્ન કરે, અમારા હાજર રહેલા વકીલ મારી મંગલયાત્રા
વિભાગ-૫
૧૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org