________________
જૈન હતા. ખૂબ કુશળ હતા. તેમણે વિચાર્યું કે જો આજે કેસ નહિ પતે તો વળી મુદત પડશે. બંને પક્ષે ૧૯૫૫ની સાલમાં દરેકના વકીલની ફી એક દિવસની રૂ. ૨૫,૦૦૦ જેવી હતી. આમ બંને વિધવા બાઈઓની મિલકત વેડફાઈ જશે.
આથી તેમણે જજસાહેબને આવું કંઈક સમજાવ્યું. તેઓ પણ જૈન હતા. આ એક સુયોગ હતો. તેઓ અમને ખાનગી ચેમ્બરમાં લઈ ગયા. તેમણે મને કંઈક પૂછ્યું. મેં કહ્યું લક્ષ્મીબાને સુખ પડે તેમ કરો. બંગલો વિગેરે મેં પહેલાં જે નક્કી કર્યું હતું તે કહી દીધું. સામે પક્ષે વકીલે ભાગ માટે દલીલો કરી ત્યારે જજસાહેબે જણાવ્યું કે વીલ પ્રમાણે જે છે તે ઉપરાંત કાયદેસર બીજું કંઈ જ મળે તેવું નથી. એમ જજસાહેબે અભિપ્રાય આપ્યો ત્યારે સામેના વકીલ મૂંગા થઈ ગયા.
આખરે જજસાહેબે જજમેન્ટ લખાવ્યું કે બંગલામાંથી ત્રણ ઓરડામાં લક્ષ્મીબા જીવે ત્યાં સુધી રહેવાનો હક્ક, જે વીલમાં લખેલું હતું. માસિક રૂ. ૪૦૦ આપવા. હું હવે હિંમત કરીને વચમાં બોલી કે ““સાહેબ, તેમને પૂરો બંગલો આપો મને વાંધો નથી. મારે મુંબઈમાં મોટું મકાન છે.
જજસાહેબ : ““તારે અમદાવાદ જવાનું થાય, બાળકોના ભાવિમાં પ્રસંગો આવે, તો ક્યાં રહીશ ? વળી તેઓ એકલા છે એટલે આ પૂરતું છે.” આમ વડીલો સાથે જે વિચાર્યું હતું તેનાથી કંઈ વધ્યું ન હતું. કેસ પત્યો પણ એ કાળે બે પક્ષના થઈને એક લાખ જેવી રકમ ખર્ચાઈ ગઈ. કહે છે જયાં જયાં જે લેણાં હોય તે ચૂકવવાં પડે.
તે પછી વકીલો, વૈદ્યો કે વ્યક્તિઓ દ્વારા હોઈ શકે તેનો અફસોસ કરવો વ્યર્થ હતો. લક્ષ્મીબાને સંતોષ ન થાય તે સ્વાભાવિક હતું. જો આ વાત ઘર બેઠે પતી હોત તો કંઈ ગુમાવવાનું ન હતું. હજારોની રકમ ખર્ચાને પણ મેં પહેલાં જે કહ્યું હતું તે જ પ્રમાણે તેમને મળ્યું. આખરે એ કામ પત્યું તેમ માનવું.
તે બાંધેલી આ મહેલાતો અને વૈભવ સાથે ના આવે, સૌનું ભાવિ સૌની સાથે તેની ચિંતા શા માટે, જે ના આવે સંગાથે તેની માયા શા માટે?
વિભાગ-૫
૧૨૪
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org