________________
ત્યાં એક ઓરડીમાં રાખવામાં આવી છે. લક્ષ્મીબાનો પણ તેમાં હક ન રહ્યો. મેં તો તે વાત પર પડદો જ પાડી દીધો. આખરે લક્ષ્મીબાએ હાઈકોર્ટના દરવાજા બતાવ્યા :
કલ્પી ન શકાય તેવી દુઃખદ ઘટના ઘટી. એક દિવસે બપોરે આરામ કરતી હતી ત્યાં દરવાજાની ઘંટડી રણકી. ચારપાંચ સાવ અજાણ્યા માણસો હતા. તેમણે શિસ્તબદ્ધ કોર્ટનો કાગળ બતાવ્યો. તેમાં કોર્ટની કાર્યવાહી હતી. ઘરની તમામ વસ્તુઓ નોંધાવી દેવી. હું આ અંગે કંઈ વિચાર કરું ત્યાં તો અમદાવાદના અમારા મૅનેજર ભાઈનો કોલ આવ્યો કે અહીં ઑફિસે કોર્ટ તરફથી સીલ લાગ્યા છે. બંગલાની વસ્તુઓની પણ નોંધ લીધી છે. કારણ લક્ષ્મીબાએ તમામ મિલકતમાં ભાગ મળે તેમ હાઈકોર્ટમાં કેસ કર્યો છે. તેની આ કાર્યવાહી છે.
કોર્ટના આવા કામનો વિચાર કરવાનું મારું ગજું નહિ, કોઈને પૂછું તેવો અવકાશ નહિ. ઘરમાં કોઈ વડીલ તો હતા નહિ, આવી સ્થિતિમાં રડવા સિવાય મને શું સૂઝે ? પેલા માણસો તેમની ચિઠ્ઠીના ચાકર. સમન્સ બજવવો પડે છતાં તેઓ શાંતિથી બેઠા. મને જરા કળ વળી. પરિસ્થિતિનો સ્વીકાર કરી ઊભી થઈ. એ લોકોએ માંગ્યું તે બધું ખોલી આપ્યું. પહેલાં જણાવ્યું તેમ ચાંદીનાં મોટા ભાગનાં વાસણો કાઢી નાંખ્યાં હતાં. જોકે તે માણસોને મારો ગભરાટ જોઈને કે ગમે તેમ પણ સેઇફ ડિપોઝિટનું ખાનું યાદ નહિ આવ્યું હોય,
- તેમને વસ્તુઓ લખવાનું કામ સોંપી હું સેઈફમાં દોડી ગઈ. પૂ. કાકાને લાખોના દાગીનાનું બૉકસ સોપી આવી. એમાં કંઈ ઊંડી અક્કલ ન હતી. પણ એ વસ્તુઓ જાહેર ન થાય એ ભયથી સોંપી હતી. એ ગભરાટમાં કાંઈ સત્યનો ધર્મ મને સૂઝે કેવી રીતે ? એટલે મેં એ વાત ભયથી છુપાવી. આમ વિચારીએ તો કેવી વિચિત્રતા ! એ દાગીના પહેરવા ન હતા. તે પ્રત્યે મોહ પણ ન હતો. આજે વિચારું છું કે ત્યારે છુપાવ્યા કેમ ? ઊંડાણમાં ક્ષોભ અને મોહ હતો. ખેર ! છતાં સત્ય આગળ આવ્યું, તે હવે જોઈશું.
સાંજે અમારી ત્રણ પેઢીના વડીલ, નિઃસ્વાર્થવૃત્તિવાળા, ખૂબ સાધનસંપન્ન, જેમની સલાહથી મુંબઈ છોડ્યું ન હતું એવા શ્રી કાકા પાસે ગઈ અને અશ્રુનો ધોધ છૂટ્યો. તેમણે સાંત્વન આપ્યું અને સમજાવ્યું કે માથે આવ્યું તે ઉકેલવું પડે. તેઓએ મને પ્રતિષ્ઠિત એવા અમારા સોલિસિટર કાંગા એન્ડ કાં.વાળા પાસે કેસ મૂકવાનું કહ્યું. તેમના કાર્યાલયે જતાં મારી મંગલયાત્રા ૧૨૧
વિભાગ-૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org