________________
કેળવવું જરૂરી છે ? અગર તો સંસાર લપસણી ભૂમિ જેવો છે. માટે સ્ત્રીએ સ્વયં આ સંસ્કાર ઉત્તેજિત થાય તેવા વાતાવરણ, સિનેમા જેવાં કારણોથી દૂર રહેવા પ્રયત્ન કરવો.
સાંસારિક ક્ષેત્રે આવા અનુભવ થાય તે ઉપરાંત જેને આપણે ધર્મવૃત્તિવાળા માનીએ તે પણ નબળા મનના માનવી તરીકે પુરવાર થતા હોય છે. એવી એક વ્યક્તિ મને મળી તે કહે : સાથે ફરવા જવામાં કંપની રહેશે, આનંદ આવશે. તેમની વાત કરવાની કામુક પદ્ધતિનો મને ખ્યાલ આવી ગયો. હું કહેતી : ફરવામાં મને એકલા જ આનંદ આવે છે. મને તમારે તે વાત પૂછવી જ નહિ. આમ, એવી વ્યક્તિઓને ટાળવી પડતી.
એક વ્યક્તિને એવી ટેવ કે કંઈ નિમિત્ત મળે, પુસ્તક આપવાનું કે જતી વખતે “આવજો' કહેવાનું હોય ત્યારે શરીરને સ્પર્શ કરીને વાત કરવા જાય. મને તેની વૃત્તિનો ખ્યાલ આવી ગયો. એક વાર કહી જ દીધું કે જે કોઈ પુરુષ જાણીને સ્પર્શ કરે તો મારે આયંબિલની આલોચના છે. છતાં તેની ચંચળતા એવી કે એ વાત ગણકારે નહિ. ત્યારે મારાથી તેમને ટાળવાનું જ બનતું, તે આવે ત્યારે મળું જ નહિ, અથવા કામ લઈને બેસું. આમ સ્ત્રીને પક્ષે પ્રભુકૃપાએ રક્ષણ કરવાનું કેવું જરૂરી છે ! વિષમતાઓમાં ભળી સમસ્યા - એક દુઃખદ ઘટના : ત્યારે લક્ષ્મીબા (સાસુજી) ના માન્યાં
તેઓ હતા ત્યારે અમારા મુંબઈ રહેવા ગયા પછી તેઓએ લક્ષ્મીબાને અમદાવાદ બંગલે બધી જ વ્યવસ્થા પણ કરી આપી હતી. તે અને સામાજી રહેતા હતા. ગમે તે કારણે ભાભી ખૂબ ખર્ચો કરતાં. તેઓ હતા ત્યાં સુધી નમ્યું. પણ પછી તો મુંબઈના મકાનના ભાડાની આવક અને બીજી થોડી આવક પર જ અમારે ચલાવવાનું હતું. વળી મારામાં એવી ઉદારતા પણ ક્યાંથી હોય ? આમ મારી મર્યાદા હતી. અને સ્વાર્થ પણ ખરો. છતાં વડીલ સુખેથી રહે એવી ભાવના રાખતી. તેઓના વખતની જેમ ખર્ચ આપી શકતી ન હતી. તેમની બધી વ્યવસ્થા બંગલે કરી હતી. વળી તેમનો વિકલ્પ સાચો હતો કે દસ જેટલાં મકાનો, લાખોના દાગીના, ચાંદીના વાસણો, ધીકતો ધંધો હતો એટલે બીજું પણ ઘણું હોય.
વળી કુટુંબના વડીલોના કહ્યા પ્રમાણે હું અમદાવાદ રહેવા ન ગઈ એટલે સૌએ ભાભીની સહાનુભૂતિ રાખી. વડીલની અને વકીલની સલાહ લઈને લક્ષ્મીબાએ અર્ધી મિલકતનો હક માંગ્યો. એટલે જયારે મુંબઈ સૌ મળ્યા ત્યારે મેં વડીલની સલાહ મુજબ અમદાવાદનો બંગલો, પૂરા સમયનો મારી મંગલયાત્રા
વિભાગ-૫
૧૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org