________________
જ સ્ત્રીનું રક્ષણ માનું છું.
એક વાર તે વ્યક્તિ કોઈ તુચ્છ અપેક્ષાવાળી પણ પરિચયમાં આવી. પરંતુ ધર્મના સંસ્કાર, તેઓના પ્રત્યેના સ્નેહે એવો જવાબ વાળ્યો કે પુનઃ મોં જ ન બતાવી શકે. તેવે સમયે ઉગ્રતા પણ આવતી. એટલે આક્રોશથી જવાબ આપતી. જેથી પુનઃ તે વ્યક્તિ મારી પાસે આવવાની ચેષ્ટા જ ન કરે. જો કે તેની વાતો એવી કે મારે આ બાળકોનું ધ્યાન રાખવું છે. ભલે તેમના પપ્પા નથી પણ હું ભણાવીશ. વળી તમારું કામ કરવાનો આનંદ આવશે.
મેં કહ્યું જુઓ, તેઓ ઘણું મૂકતા ગયા છે. કોઈની જરૂર પડે તેવું નથી. અને હું જ મા છું અને બાપ પણ હું જ છું. એ ખોટ હું જ પૂરી કરીશ. તમારે એ માટે અહીં આવવાનું જરૂરી નથી. તમે તમારાં બાળકોને સંભાળો. એમનું કામ આનંદથી કરો. એ વ્યક્તિ સમજી ગઈ. અહીં કંઈ મળે-વળે તેવું નથી. એટલે પુનઃ આવવાનું પ્રયોજન ન રહ્યું.
આમ ઘણું સંભાળવું પડતું. ત્યારે લાગતું કે ધર્મની નિષ્ઠાના અંશતઃ સંસ્કાર કેવા ઉપયોગી નીવડે છે ? અને બળ આપે છે. જે શીલને સાચવી રાખે છે. વળી તે મિત્ર પ્રત્યે મનમાં કંઈ દ્વેષભાવ પણ ન હતો તેથી મૈત્રી મુંબઈ રહી ત્યાં સુધી દૂરથી જાળવી રાખી. આવા બે-ત્રણ પ્રસંગો બની ગયા.
પ્રારંભના દિવસોમાં પતિવિરહના દારુણ દુઃખમાં અન્ય સંસ્કાર ઊઠતા નહિ. જમવા વિગેરે દરેક કારણોમાં તેઓની આકૃતિ નજરમાંથી ખસતી નહિ. પરંતુ કહે છે સમય જતા બધું બદલાય છે. આથી શારીરિક વાસનાના સંસ્કારો પણ ક્યારેક ઊઠતા. જોકે થોડો બ્રહ્મચર્યનો અભ્યાસ હતો તેથી વળી શમી જતા. તેમાં પાપ છે તે સંસ્કાર દઢ હોવાથી ક્યારેય કોઈ અન્ય વિકલ્પ અલ્પાંશે ઊઠ્યો ન હતો. જીવનમાં એ પ્રસંગો બન્યા ત્યારે શીલના સંસ્કારે તે વ્યક્તિઓ સામે કડક વલણ રાખીને પવિત્રતા જાળવી હતી. તેમાં પાળેલા વ્રતના સંસ્કારનું બળ પણ ખરું.
વળી મારા મનમાં તેઓ માટેનો અતિ મોહ પણ મને અન્ય સંબંધમાં ચલાયમાન કરી શકતો નહિ. તેવા પ્રસંગોમાં મારી ઉગ્રતા વ્યક્ત થતી. યદ્યપિ મારો મહદ્અંશે પરિચય સજ્જન અને સાત્ત્વિક મિત્રો સાથે હતો. પંડિતજનો પાસે અભ્યાસ થતો હતો એટલે તેવો પ્રસંગ ક્વચિત જ બનતો. વળી આપણો પરંપરાનો સંસ્કોરવૈધવ્ય સંયમથી પાળવાનો પણ ખરોજ.
આ હકીકત જણાવવાનો હેતુ કે સ્ત્રી પક્ષે સ્ત્રીએ કેટલું મનોબળ વિભાગ-૫
૧૧૮
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org